અષાઢ સુદ-11ને મંગળવારે ગોરીવ્રત પ્રારંભ થાય છે. તેમને દેવપેઢી, દેવશયની એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસ બાલીકાઓ પોતાની મનોકામના પૂરી કરવા આ વ્રત કરે છે. કુમારિકાઓના ‘મોળાકત’ના વ્રતમાં મોળું ખાવાનું હોય છે. આ ખારાશ વિનાનું ‘મોળુ’ ખાવાના વ્રત ઉ5રથી મોળાક્ત શબ્દ બનેલ હોવાનું માનવામાં આવે છે. કેટલીક જગ્યાએ આ વ્રતને ‘અલુણા’ વ્રત પણ કહે છે. લૂણ એટલે મીઠું અને અલૂણ એટલે મીઠા વગરનું આ એક લોકવ્રત છે. લૌકિક તહેવાર છે. આનો પુરાણોમાં પૌરાણિક ગ્ંરથોમાં કે અન્ય જગ્યાએ આનો ઉલ્લેખ મળતો નથી.
જેમાં ઝવેરા વાવવા, ગૌરી પૂજન, જળાશય નદી વિ. સ્નાન કરવું તથા ડેડો ફૂટવો, ઝવારામાં મગ, તલ, ઘઉં, ચણા અને જુવાર વાવવામાં આવે છે આને પંચતત્વનું પ્રતિક અને એકતા યાને સંઘ ભાવનાના પ્રતિક તરીકે ગણવામાં આવે છે. એકતાના ભાવને ઉજાગર કરતી આ એક સુંદર વિધી છે. જ્યારે માતા પાર્વતીએ આનુ પ્રથમ પુજન અને વ્રત કરેલું એટલે એમની યાદમાં ‘ગૌરી પૂજન’ કરાય છે. પ્રસન્નતા પૂર્વક ચણાના લોટની મિષ્ટા યા તિખી વિવિધ વાનગી બનાવી આપવામાં આવે છે. તેને લોકભાષામાં ડેડો ફૂટવો કહે છે.
નાની-નાની માસૂમ બાલીકાઓ પાંચ-પાંચ દિવસ સુધી અલુણા વ્રત કરે એ વાસ્તવમાં ખરેખર અઘરું છે અને એ બની ઠનીને બહાર નિકળતી બાલીકાઓને જોવાએ ખરેખર એક લહાવો છે. જાણે સાક્ષાત જગદંબા વિવિધરૂપે દર્શન દેતી હોય એવું દૈદિપ્યમાન દ્રશ્ય લાગે. આ મોળાક્તની મોહમા અને મકતા એટલા માટે છે કે નારીજીવનને ઉજાગર કરતું આ સહું પ્રથમ પર્વ છે. ભારતી નારીની કામના, મનોભાવના અને અભિલાષાઓની અભિવ્યક્તિ એટલે મોળાક્ત અને એટલે જ મોળાક્તનાં દિવસે દીકરીઓ આ ગીત દ્વારા પોતાની ભીતરની ભાવના વ્યક્ત કરે છે. ગોરમા રે ગોરમા સસરો દે જો સવાદીયા, સાસુ દેજો ભૂખાવીવી, ગોરમા રે ગોરમા.. કંથ દેજો કહ્યાગરો, ભારતીય સંસ્કૃતિમાં નારીશક્તિ દ્વારા પોતાનો સંસાર સુખી રહે એ માટે કેવી સહજ માંગણી કરવામાં આવે છે. એના ચિતારમાં આ ગીત ઘણું કહી જાય છે.