• ઉન્હે લે ચલે સૂરજ કી ઓર જીનકી આંખો મે અમાવસ બસા હે
  • આજે વિશ્ર્વ ચક્ષુદાન દિવસ: ભારતમાં અંધત્વ દૂર કરવા માટે ચક્ષુદાન ખુબ જ જરૂરી: લોકોમાં જાગૃતિ લાવવા અનેક સંસ્થાઓ કાર્યરત’

રંગબેરંગી ફૂલો, પક્ષીઓના કલરવ, મધરાતે આકાશમાંથી ચાંદ સાથે રમતા તારાઓની સંતાકુકડી, સમી સાંજે ઢળતા સૂર્યની ઝાંખી ઝાંખી રોશનીમાં પર્વતોની અહલાદક શીતળતા સાથે અનંતની ઉપાસના અનુભવતી મનુષ્યની આંખ જે એક દિવસ પરમાત્મામાં વિલીન થઇ જાય છે. શરુઅત સાથે અંતનો કુદરતનો ક્રમ છે. દર વર્ષે 10 જુનના રોજ વિશ્ર્વ નેત્રદાન દિવસ ઉજવાય છે. વિશ્ર્વ નેત્રદાન દિવસનો ઉદેશ્ય નેત્રદાનના મહત્વ વિશે જનજાગૃતિ કેળવવાનો અને લોનોને મૃત્ય પછી તેમની આંખોનું દાન કરવાની પ્રતિજ્ઞા લેવા પ્રેરિત કરવાનો છે.આમતો આ સેવાકીય કાર્ય આખું વર્ષ અને વર્ષો વર્ષ કરવાથી દેશ માં મહદ અંશે આપણે નેત્રહીન ભાઈઓ બહેનો ને દૃષ્ટિ દાન આપી શકશુ. આ માટે વિશ્વ ની સૌથી મોટી જૈન સંસ્થા જૈન સોશિયલ ગ્રુપ આંતરરાષ્ટ્રીય ફેડરેશન અને વિવેકાનંદ યુથ ક્લબ ગંભીરતા સાથે કાર્ય કરી રહ્યું છે.

આપ સૌ જાણો છો તેમ છેલ્લા વીસ વર્ષ થી રાજકોટ અને સૌરાષ્ટ્રમાં  વિવેકાનંદ યુથ ક્લબ ના મુકેશભાઇ દોશી માર્ગ દર્શન હેઠળ ચક્ષુદાન જન જાગૃતિ અભિયાના  ક્ધવીનર અનુપમભાઈ દોશી અને ઉપેનભાઈ મોદી અભિયાન ચલાવી રહ્યા છે સમગ્ર ભારતમાં એક કરોડથી વધુ ભાઈઓ બહેનો અંધ છે. જેમાંથી 80 ટકા ભાઈઓ બહેનો ને ચક્ષુદાન થકી દૃષ્ટિ દાન મળી શકે તેમ છે. વિશ્વમા દર પાચ અંધ વ્યક્તિઓમાં એક વ્યક્તિ ભારત ની છે વિશ્વ અન્ય દેશોની સરખામણીએ ભારતમાં ચક્ષુદાન પ્રમાણમાં ઓછું થાય છે. શ્રીલંકા જેવા નાના દેશ માં ચક્ષુદાન જાગૃતિ ખૂબજ છે. અને 80 ટકા લોકો ચક્ષુદાન કરે છે. જેથી શ્રીલંકા થી અન્ય દેશોમાં આંખ મોકલી શકે છે. ભારત દેશ ને દર વર્ષે અઢી લાખ ચક્ષુદાન ની જરૂર છે તેની સામે ફકત પચાસ હજાર ચક્ષુદાન થાય છે.

તેટલે જ સમગ્ર ભારત માં ચક્ષુદાન જાગૃતિ લાવવા હાલ આ માટે વિશ્વ ની સૌથી મોટી જૈન સંસ્થા જૈન સોશિયલ ગ્રુપ આંતર રાષ્ટ્રીય ફેડરેશન ગંભીરતા સાથે કાર્ય કરી રહ્યું છે. તેના  પ્રમુખ અમિષભાઈ દોશી ચેન્નાઈ, સચિવ ચિરાગભાઈ ચોકસી અને ઉપપ્રમુખ મનીષભાઈ દોશી રાજકોટ દ્વારા ખાસ આશ્રય આઇ ડોનેશન ડ્રાઇવ ની રચના કરી અને તેના ચેરમેન તરીકે ઉપેનભાઈ મોદી ની નિમણુંક કરી છે. ફકત આપણા ગુજરાત માં બે લાખ થી વધુ લોકો કોર્નીયલ બ્લાઈન્ડ દૃષ્ટિહિન છે. અને  ભારત માં દર વર્ષે 25000  લોકો વધી રહ્યા છે. તેની સામે ચક્ષુદાન ખૂબજ ઓછું હોવા ને કારણે ભારત ને અંધત્વ થી દૂર કરવા ખૂબ સમય લાગશે. વ્યક્તિ ના મૃત્યું બાદ શરીર  સાથે આંખ બળી જાય છે, તેને બદલે દરેક સમાજ ના લોકો ચક્ષુદાન  કરાવવા પ્રયાસ કરે તો આપણે બે વ્યક્તિ ને દૃષ્ટિ દાન આપી શકશું. આ માનવતા કાર્ય ને વધુ પ્રજ્વલિત કરી શકીએ.

ચક્ષુદાનના સેવાયજ્ઞને વેગવાન બનાવવા સતત પ્રયત્નશીલ રહીશું: અનુપમભાઇ દોશી

અબતક સાથેની વાતચીતમાં અનુપમભાઇ દોશીએ જણાવ્યું હતું કે, ચક્ષુદાનની સેવાકીય પ્રવૃતિ અનેક વર્ષોથી ચાલી રહી છે. પરંતે 1996માં રાજકોટના ઉંમરે વધારે વેગ મળ્યોશિવાનંદ હોસ્પિટલ અને ભાવનગરના માનભાઇ ભટ્ટની પ્રેરણા થકી સેવાકીય પ્રવૃતિ અમારે નસીબે આવી, આંખ અમૂલ્ય રત્ન છે તેના વિના સધળું નકામું લાગે ત્યારે લોકોમાં જાગૃતિ લાવવા અમે સતત પ્રયત્નશીલ છીએ.

સૌથી મોટું દાન ચક્ષુદાન છે એ માટે પરિવારોમાં જાગૃતિની અતિ આવશ્યકતા છે. ડોકટરો દ્વારા દર્દીના મૃત્યુ બાદ સચોટ માર્ગદર્શન મળી રહે તથા સાધુ સંતોના પ્રવચનો થકી લોકોને વધારે પ્રોત્સાહીત કરવામાં આવે તો ચક્ષુદાનની સેવાકીય પ્રવૃતિઓને વેગ મળશે. અને લોકોમાં રસ જાગશે. અત્યાર સુધીમાં અનેક ચક્ષુદાન દ્વારા જરુરીયાત મંદોને સહાય પુરી પાડે છે.

દરેક બેસણામાં દેહદાન, ચક્ષુદાન, સ્કીનદાન અંગે સંદેશો પાઠવીએ: ઉમેશ મહેતા

અબતક સાથેની ટેલીફોનીક વાતચીતમાં જનકલ્યાણ ટ્રસ્ટના ઉમેશભાઇ મહેતાએ જણાવ્યું કે જનકલ્યાણ ટ્રસ્ટ 2017થી કાર્યરત છે. અને આ કાર્ય કરવાની પ્રેરણા 1994માં મારી માતાનું ચક્ષુદાન કરેલ ત્યારથી પ્રેરણા મળેલ હતી. ત્યારે મને ઘણી તકલીફ પડી હતી તે માટે ભવિષ્યમાં આ બાબતે કોઇને તકલીફ ન પડે એવી સેવા કરવી છે. મને આ મોકો મળ્યો એટલે મે જનકલ્યાણ ટ્રસ્ટની સંસ્થા શરુ કરી તેમાં ચક્ષુદાન, સ્કીનદાન, દેહદાન અંગે જાગૃતિ આવે તેવા પ્રયત્ન કર્યા છે. તેમ જ અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતભરમાંથી 529 ચક્ષુદાન થયેલ છે. તેના માટે હું દરેક બેસણામાં જઇ લોકોને ગાયત્રી મંત્ર બોલાવી, મહામૃત્યુજયના પાઠ કરી ચક્ષુદાન, દેહદાન, સ્કીન દાન  વિશે પેમ્પલેટ વિતરણ કરી લોકોમાં જાગૃતતા આવે તેવા પ્રયત્ન કરું છું. અને જાગૃતિ માટે સ્મશાનમાં 6 દિવસ ઉભા રહી રામનાથ પરા, મોટા મૈવા, બધી અલગ અલગ જગ્યાએ કાર્ય કરી કોઇ અગ્નિદાન માટે આવે તો તેમણે જો ચક્ષુદાન કરવું હોય તો કરાવ્યે અત્યાર સુધી સ્મશાનમાં 7 ચક્ષુદાન કરાવેલ. કાર્યમાં મુકેશ દોશી, અનુપમ દોશી, તેમજ સામાજીક કાર્યમાં જોડાયેલા આગેવાનોની ઉ5સ્થિતિમાં જાગૃતિ અપાવીએ છીએ.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.