કોરોનાના વળતા પાણી… કોવિડ-19ને કાબુમાં લેવા માટે સઘન રસીકરણની આવશ્યકતા પર ભાર મુકીને ભારતમાં રસીકરણના અભિયાનને વધુ તેજ બનાવવા ચક્રોગતિમાન થયા છે. અમેરિકાની નોવાવેક્સ 90.4 ટકા જેટલી અસરકારક હોવાનું ભારતમાં પુરવાર થઈ રહ્યું છે અને સીરમ ઈન્સ્ટિટયુટ ઓફ ઈન્ડિયા ભારતમાં નો કોરોના માટે નોવાવેક્સ સાથે હાથ મિલાવીને રસીના ઉત્પાદન માટે સજ્જ બની છે. અમેરિકા અને મેક્સિકોમાં નોવાવેક્સે 29960 વ્યક્તિઓ પર કરવામાં આવેલી ટ્રાયલના પરીણામો ફાઈઝર અને મોડેના જોબ અને જોન્સન એન્ડ જોન્સન કરતા સારૂ પરિણામ આપી રહી છે. અમેરિકાના કાયદા મુજબ હવે તેના વધારાના ઉત્પાદન માટેની તૈયારી ચાલી રહી છે. ભારતમાં કોવાવેક્સ નામે નોવાવેક્સની ભારતીય આવૃતિની ટ્રાયલ હવે પુરી થવામાં છે. દેશના 15 અલગ અલગ કેન્દ્રોમાં 1600 જેટલી વ્યક્તિઓ પર ટ્રાયલ સફળ રીતે આગળ વધી રહી છે. ભારતમાં સપ્ટેમ્બરથી ડિસેમ્બર દરમિયાન 20 કરોડ જેટલા નોવાવેક્સના ડોઝ ઉપલબ્ધ થઈ જશે.
રસીકરણ અભિયાનમાં 100 ટકા લક્ષ્ય પ્રાપ્તિ માટે સઘન આયોજન: સપ્ટેમ્બરથી ડિસેમ્બરમાં નોવાવેક્સના 20 કરોડ ડોઝની જરૂરીયાત ઉભી થશે, બાળકો પરના પરીક્ષણની તૈયારી
બાળકોના ટ્રાયલ માટે પણ નોવાવેક્સે કમરકસી છે. મુખ્ય એક્ઝિક્યુટીવ સ્ટેનલી એરીકે જણાવ્યું હતું કે, સપ્ટેમ્બરથી ડિસેમ્બર દરમિયાન ભારતમાં 20 કરોડ જેટલા ડોઝ ઉપલબ્ધ બની જશે. કોવિડ-19ની અસરકારક સારવાર માટે રસીકરણનું આવરણ આવશ્યક છે. કોરોનાની લહેર આવે તે પહેલા જ રસીકરણની શરૂ થયેલી ઝુંબેશને વધુ તેજ બનાવવામાં આવશે.
કોવેક્સિનની સાથે યુએસ ફેડરેશને નોવાવેક્સને માન્યતા આપી દીધી છે ત્યારે ભારતમાં નોવાવેક્સનું ઉત્પાદન શરૂ કરવા માટેનું આયોજન થઈ ચૂક્યું છે. યુરોપ, ઈંગ્લેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલીયા જેવા અન્ય દેશોની જેમ બ્રિટનમાં 96.4 ટકા અસરકારક નોવાવેક્સની ભારતમાં પણ નો કોરોના માટે સીરમ સાથે મળી ઉત્પાદન શરૂ કરવામાં આવશે.
ભારતમાંથી કોરોના નિર્મુલનનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે રસીકરણ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કોઈપણ વ્યક્તિ રસીકરણના કવચથી બાકી ન રહે તે માટે ચક્રોગતિમાન થઈ ચૂક્યા છે. તબક્કાવાર અલગ અલગ વયજૂથના લોકો માટે રસીકરણના ઝુંબેશમાં ભારે સફળતા મળી રહી છે. પ્રારંભીક તબક્કે કોરોના વોરીયર્સ જેવા આરોગ્ય કર્મચારીઓ, સુરક્ષા દળો, સરકારી કર્મચારીઓ, સીનીયર સીટીજનો, ડાયાબીટીસ, બ્લડપ્રેસરના દર્દીઓ, યુવાનો અને 18 થી ઉપરની ઉંમરના ડ્રાઈવની સફળતાપૂર્વક આગળ વધી રહી છે. કોરોનાના નવા દર્દીઓને ઘટતી સંખ્યા અને રિકવરી રેટમાં ઉછાળા સાથે મૃત્યુદર હવે નહીંવત થઈ રહ્યું છે ત્યારે ભારતમાં નો કોરોના માટે નોવાવેક્સે સીરમ સાથે મળી ઉત્પાદન શરૂ કરવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.
કોરોનાને મહાત આપવા આવી ગયું 3-ડી પ્રિન્ટેડ માસ્ક
કોરોનાને મહાત આપવા હવે 3-ડી પ્રિન્ટેડ માસ્ક બજારમાં આવી રહ્યું છે. પુણેના સ્ટાર્ટઅપ ટેકનોલોજી ડેવલોપમેન્ટ બોર્ડ (ટીડીબી)ના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ દ્વારા 3-ડી પ્રિન્ટેડ માસ્કની શોધ કરી છે. એન્ટીવાયરલ વાયરૂસાઈડીસ દ્વારા સુરક્ષીત આ માસ્ક સાર્સ કોવિડ-2 વાયરસને નિર્મુલન કરશે. જુલાઈ-8 2020ના રોજ થિંકર ટેકનોલોજી ઈન્ડિયા દ્વારા રજિસ્ટર કરવામાં આવેલા એન-95 3 પ્લાય માસ્કમાં કોવિડ-19ને મહાત કરવા માટે સુરક્ષા કવચની વ્યવસ્થા કરવામાં આવી છે.
6 હજાર જેટલા માસ્ક તૈયાર કરીને પ્રાયોગીક ધોરણે નંદુરબાર, નાસીક, મહારાષ્ટ્ર અને બેંગ્લોરના આરોગ્ય કર્મચારીઓ તેમજ ડોકટરોને વાપરવા માટે આપ્યા છે. ડો.શીતલકુમાર જંબડે જણાવ્યું હતું કે, અમારૂ આ એન્ટી વાયરલ 3-ડી પ્રિન્ટેડ માસ્ક કોરોનાને મહાત આપવા માટે વિશ્ર્વભરમાં સ્વીકૃતિ પામશે. કોમર્શીયલ ધોરણે પરવડે તેવા ભાવમાં 3 પડનું આ માસ્કના આવરણ કોરોનાના બેકટીરીયાને 95 ટકા ખત્મ કરવાની ક્ષમતા ધરાવે છે.
કુંભમેળામાં 1 લાખ કોવિડ ટેસ્ટના દાવાનો કોઈ તાળામેળ મળતો નથી ?
કુંભમેળામાં કરવામાં આવેલા કોરોના ટેસ્ટના સરકારી આંકડાના દાવાઓના તાળામેળ થતાં ન હોવાનું ખુલ્લાસો એક અહેવાલમાં થતાં ખળભળાટ મચી ગયો છે. 1600 પેજના એક અહેવાલમાં જણાવ્યું છે કે, ખાનગી સંસ્થા દ્વારા 1 લાખ ટેસ્ટ કરવાના દાવામાં કોઈ મેળ ખાતો નથી. એક જ ફોન નંબર પર 50થી વધુ દર્દીઓનું રજિસ્ટ્રેશન અને વાપરવામાં આવેલી ઈંટની સંખ્યામાં 1 કીટ ઉપર 700 સેમ્પલ અને દર્દીના નામ તેમજ સરનામામાં વિસંગતતા વાળા 530 જેટલા સેમ્પલ મળી આવ્યા છે. 5 નંબરના કેન્દ્ર પર 500 સ્થાનિકોના નામ અને સરનામા નોંધાયા છે.
અલીગઢમાં 56 નંબરના કેન્દ્રમાં પણ મોટી વિસંગતતા જોવા મળી રહી છે. આરોગ્ય સચિવ અમિત નેગીએ હાથ ધરેલી તપાસમાં કોરોના ટેસ્ટના જે રીતે આંકડાકીય દાવા કરવામાં આવ્યા છે તેમાં મોટી વિસંગતતા દેખાય છે. 1 થી 30 એપ્રીલે હરિદ્વારમાં 4 લાખ ટેસ્ટ કરવાના દાવા કરવામાં આવ્યા છે. તેમાંથી 1 લાખ જેટલા ટેસ્ટના નામ સરનામાની તપાસ કરવામાં આવી તો 1 લાખ પાછળ 177 કોવિડ પોઝિટિવ દર્દીઓ બતાવવામાં આવ્યા હતા. એજન્સીને એક ટેસ્ટના 350 રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. એન્ટિજન ટેસ્ટ અને આરટીપીસીઆર ટેસ્ટમાં પણ મોટી વિસંગતતા દેખાય છે અને ટેસ્ટીંગ માટેની કામગીરીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકાના પગલે આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે.