થોડાક મહિના પૂર્વે જીલ્લા એસઓજીની ટીમ દ્વારા નકલી પ્રેક્ટીસ કરતા ડોકટરો ને ઝડપી પાડયા તો
સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકા વિસ્તારના ઘણા ગામોમા નકલી એમબીબીએસ (ડોક્ટર) નો રાફડો ફાટયો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા એસઓજી ટીમ દ્વારા થોડાક મહીના પહેલા બાવરી,દુદાપુર, થળા સહીતના ગામોમા રેડ કરી નકલી ડોક્ટરો ને ઝડપી પાડયા હતા જેમાં જાણવા મળતી વિગત અનુસાર ધ્રાંગધ્રા તાલુકાના બાવળી અને દુદાપુર ગામમા ફરીથી રહેણાંક મકાનમાં ગેરકાયદે દવાખાનુ ખોલી લોકોને ્દવા અને બાટલા પણ ચઢાવવા આવી રહ્યા છે ત્યારે બાવળી ગામે ગેરકાયદે પ્રેક્ટીસ કરતો ડોક્ટર દર્દીઓને હાય પાવર ની દવાઓ આપી લોકો ના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો છે.
ધ્રાંગધ્રાના બાવળી ગામે રહેણાંક મકાનમાં જ્યાં એસ.ઓ.જી ની ટીમે થોડા મહીના પહેલા રેઈડ કરી હતી ત્યાંજ ફરી તેજ ડુબલીકેટ એમબીબીએસ ડોકટર લોકોની સારવાર કરી હજારો રૂપિયા કમાવાનો ધંધો ચાલુ કર્યો છે ત્યારે આ અહેવાલ બાદ ધ્રાંગધ્રા તાલુકા આરોગ્ય વિભાગ ના ડો.હિરામણી આ બાબતે કોઈ કાર્યવાહી કરે છે?
હાલ ગામડા ના લોકો આવા ડુબલીકેટ એમબીબીએસ ડોકટર પાસે સારવાર કરાવાની ફરજ પડે છે અને હાય પાવરની દવાઓ આપી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે