પોલીસ શહીદ પરિવાર, જાણીતા લોક સાહિત્યકાર અને પ્રોફેસરોને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના હસ્તે કરાયા સન્માનિત
તા.૨૧થી તા.૩૧ ઓકટોબર દરમિયાન પોલીસ દ્વારા યોજાયેલા લોક ઉપયોગી કાર્યક્રમને મળ્યો પ્રતિસાદ
૨૧ ઓકટોબર ૧૯૫૯ના રોજ લદાખના હોટ સ્પ્રિંગ ખાતે સીઆરપીએફના જવાનોની ચોકી ઉપર ચીન દ્વારા મોટી સંખ્યામાં હુમલો કરવામાં આવેલો જેમાં દેશ માટે મહાદુરીપૂર્વક લડતા ભારતના દશ સીઆરપીએફ જવાનો શહીદ થયેલા હતા. જેઓની બહાદુરીને યાદ કરી ભારતમાં ૨૧ ઓકટોબરને પોલીસ સંભારણા દિવસ તરીકે ઉજવણી કરી દેશના સુરક્ષા દળના શહીદ થયેલ પોલીસ અધિકારી તથા કર્મચારીઓને યાદ કરી તેઓને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવે છે. આ વખતે પણ ૨૧ ઓકટોબર પોલીસ શહીદ સંભારણા દિવસે રાજકોટ શહેર પોલીસ હેડ કવાટર્સ, શહીદ સ્મારક ખાતે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે સંયુકત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, નાયબ પોલીસ કમિશનર પ્રવિણકુમાર ઝોન-૧, નાયબ પોલીસ કમિશનર મનોહરસિંહ જાડેજા ઝોન-૨ તથા તમામ મદદનીશ પોલીસ કમિશનર તથા તમામ પોલીસ ઈન્સ્પેકટર તથા પોલીસ સબ ઈન્સ્પેકટર હાજર રહી હાલમાં કોરોના વાયરસની મહામારીને ધ્યાને રાખી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી રાજકોટ શહેર પોલીસના તા.૦૩/૦૩/૨૦૧૬ના રોજ શહીદ થયેલ જવાન બી ડીવી. પો.સ્ટે.માં ફરજ બજાવતા પો.કોન્સ. ભરતભાઈ અશ્ર્વિનભાઈ નેચડા જેઓને શહીદ સ્મારક ખાતે યાદ કરી તેઓને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવેલ તેમજ તેઓના બલીદાનને યાદ કરવામાં આવેલ જે તા.૨૧/૧૦/૨૦૨૦ પોલીસ સંભારણા દિવસથી તા.૩૧/૧૦/૨૦૨૦ રાષ્ટ્રીય એકતા દિવસ સુધી રાજકોટ શહેર પોલીસ દ્વારા અલગ-અલગ કાર્યક્રમોનું ઓનલાઈન આયોજન કરી ઉજવણી કરવામાં આવી છે.
અખંડ ભારતના શિલ્પી અને ગુજરાતના પનોતા પુત્ર ભારત દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જેમની જન્મજયંતી દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરી રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રેસકોર્સ રીંગ રોડ બહુમાળી ભવન ખાતે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણા, શહેર નાયબ પોલીસ કમિશનર પ્રવિણકુમાર ઝોન-૧ તથા મદદનીશ પોલીસ કમિશનર તથા પોલીસ ઈન્સ્પેકટર વિગેરે પોલીસ અધિકારી તથા કર્મચારીઓ હાજર રહેલા જે સમયે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે શપથ ગ્રહણ કરવામાં આવેલા જે પ્રસંગે રાજકોટ જીલ્લા કલેકટર, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા ઉ૫સ્થિત રહેલા અને રાષ્ટ્રીય એકતા દિવસ અનુસંધાને રાજકોટ શહેર બહુમાળી ભવન ખાતેથી રેસકોર્સ રીંગ રોડ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ કરવામાં આવી હતી. ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા ફલેગ ઓફ કરવામાં આવ્યું હતું. શહેર પોલીસ હેડ કવાટર્સના આર.પી.આઈ એમ.એ.કોટડીયાના નેતૃત્વ હેઠળ ઘોડે સવાર પ્લાટુન, ટ્રાફિક પ્લાટુન, મહિલા પ્લાટુન, એમ.ટી.વ્હિકલ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ યોજવામાં આવી હતી.
તેમજ તા.૨૧/૧૦/૨૦૨૦ પોલીસ સંભારણા દિવસથી તા.૩૧/૧૦/૨૦૨૦ રાષ્ટ્રીય એકતા દિવસ સુધી રાજકોટ શહેર પોલીસ દ્વારા શહીદોની યાદમાં હાલમાં કોરોના વાયરસની મહામારી ફેલાયેલ હોય જેથી સોશિયલ ડિસ્ટન્સ જાળવી તેમજ ઓનલાઈન ગ્રુપ ડીસ્કશન રાજકોટ સીટી પોલીસ ફેસબુક પેજ પર કરી ઉજવણી કરવામાં આવેલ તેમજ રાજકોટ શહેર પોલીસ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા પો.કોન્સ. ભરતભાઈ અશ્ર્વિનભાઈ નેચડાની શહીદીને યાદ કરી રાજકોટ શહેર પોલીસ હંમેશ માટે તેઓના પરીવારની સાથે છે જેમના પરિવારજનોને રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ખાસ આ પ્રસંગે યાદ કરી તેઓને રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે બોલાવતા જેમાં શહીદ ભરતભાઈના પિતા અશ્ર્વિનભાઈ નેચડા ઉપસ્થિત રહ્યા હતા જેઓને આવકારી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ પોલીસ સંભારણા દિવસની ઉજવણી દરમ્યાન શહીદ જવાનો તથા શહેર પોલીસને માન આપી સાહિત્યકાર કિર્તીદાનભાઈ ગઢવી તથા દેવાયતભાઈ ખવડ જેઓએ ઓનલાઈન સાંસ્કૃતિક કાર્યક્રમ આપ્યા હતા જેઓનું શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા મોમેન્ટો આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
તેમજ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા પારદર્શીતા પોર્ટલનું લોન્ચીંગ કરવામાં આવેલું જેનું ગુજરાત રાજયના ડીજીપીના હસ્તે અનાવરણ કરવામાં આવેલું જે પારદર્શીતા પોર્ટલ ડેવલોપ કરનાર જીટીયુ યુનિવર્સિટીના પ્રોફેસર દીપક ઉપાધ્યાય, સીકયોરીટી એનાલીસ્ટ નરેશકુમાર તથા સોફટવેર ડેવલોપર્સ હિતેશકુમારનાઓનું પણ આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું. શહેર પોલીસ દ્વારા તા.૨૧/૧૦/૨૦૨૦ પોલીસ સંભારણા દિવસથી તા.૩૧/૧૦/૨૦૨૦ રાષ્ટ્રીય એકતા દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા હતા. ખાસ કરી હાલના આધુનિક યુગમાં સોશિયલ મીડિયાનો ભરપુર ઉપયોગ થતો હોય જેને લગતા ગુન્હામાં વિદ્યાર્થીઓ ભોગ બને તે માટે તેઓને સોશિયલ મીડિયા તથા અન્ય રીતે સાયબર ક્રાઈમ બનતા હોય જે બાબતે સમજ કરવી તેમજ તેના ફાયદા તથા ગેરફાયદા બાબતે સમજ કરવી ખુબ જ જરી હોય જેથી લોક હિતાર્થે શહેર પોલીસ દ્વારા અલગ અલગ શાળા, કોલેજો તથા યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ મિત્રો સાથે સાયબર ક્રાઈમને લગત ગ્રુપ ડિસ્કશન કરવામાં આવેલા જેમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓ નીકિતાબેન ગોસાઈ, આર.કે.કોલેજ, રિઘ્ધી મહેતા, આત્મીય કોલેજ, વ્રિતી શાહ આત્મીય કોલેજ, અવની ધનક આત્મીય કોલેજ, શુભમ ભંડેરી આત્મીય કોલેજનાઓ વિજેતા થયેલા હોય જેઓને શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.