ભારતની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાની આશા મજબૂત: ટીમ ઈન્ડિયા 3 મેચમાંથી 4 પોઇન્ટ સાથે, પૂલ-એમાં બીજા સ્થાને પહોંચ્યું
ભારત અને સ્પેન વચ્ચે રમાઈ રહેલી ભારતીય પુરુષ હોકી ટીમે ક્વાર્ટર 4માં જ પોતાનું પ્રદર્શન દેખાડ્યું હતુ. ભારતીય પુરુષ હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં મેડલની આશા જાળવી રાખી છે.રુપિન્દ્ર સિંહ પાલે બે ગોલ કર્યા હતા. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તેમના બીજા મેચ નિરાશાજનક પ્રદર્શન રહ્યું હતુ પરંતુ સ્પેન વિરુદ્ધ રામાયેલા મુકાબલાના ત્રીજા મેચમાં ફરી ટ્રેક પર પરત ફરી છે. ભારતે સ્પેન 3-0થી હાર આપી છે. આ જીતની સાથે પુલ એમાં તેમની મજબુત બની છે. હવે ઓસ્ટ્રેલિયા બાદ તેમના ગ્રુપમાં બીજા નંબર પર છે. ભારતનું સ્પેન વિરુદ્ધ ખુબ સારું પ્રદર્શન રહ્યુંહતુ. ટીમે પેનલ્ટી સ્ટ્રોકમાં પણ પેનલ્ટી કૉર્નર પર ગોલ કરી શાનદાર પ્રદર્શન કર્યું હતુ.
ભારત માટે સ્પેન સામે પ્રથમ ગોલ પ્રથમ ક્વાર્ટરમાં સિમરનજીત સિંહે 14 મિનિટમાં કર્યો હતો. આ ગોલ સાથે ભારતીય હોકી ટીમ રમતમાં 1-0થી આગળ થઈ હતી. આ ઓલિમ્પિકમાં સિમરનજીતનો પ્રથમ ગોલ હતો. ત્યારબાદ એક મિનિટની અંદર ભારતને બીજો પેનાલ્ટી સ્ટ્રોક મળ્યો હતો. જેના પર રુપિદર સિંહે ગોલ કરી ભારતને 2-0થી આગળ કર્યું હતુ. જો કે મેચના પ્રથમ ક્વાર્ટરમાં જ્યાં ગોલનો ડબલ ડોઝ જોવા મળ્યો હતો એટલે કે પ્રથમ ક્વાર્ટરમાં જ 2 ગોલ મળ્યા હતા. બીજા ક્વાર્ટરમાં ભારત કે સ્પેન ટીમે કોઈ પણે ગોલ કર્યો ન હતો.
મેચના ત્રીજા ક્વાર્ટમાં સારું પ્રદર્શન જોવા મળ્યું હતુ. સ્પેનના કેપ્ટન મિગ્યુએલ ડેલાસને યેલો કાર્ડ મળ્યું અને તેમણે 5 મિનીટ માટે મેદાન બહાર જવું પડ્યું હતુ પરંતુ સ્પેનનો અટેક ચાલું જ હતો. ત્રીજા ક્વાર્ટર પુરી થવાને થોડી જ સેકન્ડમાં તેમને ગોલ ફટકારવામાં સફળતા મળી ન હતી. સ્પેનની આ પેનલ્ટી કોર્નરની માંગ કરી રિવ્યુ લીધો હતો. આ રિવ્યુ તેમના પક્ષમાં આવ્યો અને આ પેનલ્ટી કોર્નર પર ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી.
સ્પેનની ટીમ ગોલ ફટકારવામાં નિષ્ફળ રહ્યું નથી ભારતે પેનાલ્ટી કૉર્નર પર ચોથા ક્વાર્ટર ગોલ ફટકાર્યો હતો. ભારતનો આ ગોલ મેચમાં 51માં મિનિટમાં રુપિંદર સિંહ પાલ સિંહે કર્યો હતો. આ મેચમાં રુપિદર સિંહ પાલનો બીજો ગોલ રહ્યો હતો. આ ગોલની સાથે ભારતે 3-0ની લીડ મેળવી વિજય મેળવ્યો હતો.આ મેચની ખાસ વાત એ છે કે, આમાં ભારતે પેનલ્ટી કોર્નર, પેનલ્ટી સ્ટ્રોક અને ફીલ્ડ, તમામ રીતે ગોલ કર્યા હતા.