ભગવાન શ્રી કૃષ્ણના મુગટમાં મોરપીંછનું વિશેષ સ્થાન છે: તે વિવિધ ૧૧ પ્રકારના અવાજો કાઢી શકે છે: ભારતમાં ગુજરાત, તામિલનાડુ, હરિયાણા અને રાજસ્થાનમાં મોર સૌથી વધુ જોવા મળે છે
સફેદ-જાંબલી-લીલા અને ભૂરા કલરના મોર વિશ્ર્વભરમાં જોવા મળે છે:સિકંદર આપણા દેશમાંથી મોર લઈને યુનાન ગયેલો એ સમયે મોર ખૂબજ કિંમતી ચીજ ગણાતી હતી પાણીમા ન તરી શકતા મોરનું આયુષ્ય ૨૦ થી ૨૫ વર્ષ હોય છે
શ્રી કૃષ્ણના મુગટમાં સુશોભિત મોરપિંછ સાથે ચોમાસાના પહેલા વરસાદના આગમનનનો મીઠો ટહુકો એટલે મોર, આપણું રાષ્ટ્રીય પક્ષી પણ મોર છે. બાળથી મોટેરાને ગમતું અને આપણી આસપાસ રહેતું પક્ષી મોર છે. વર્ષા ઋતુના આગમનની વાતો સાથે પ્રાચિન કાળથી તેમનું નામ જોડાયેંલુ છે. નર મોરનાં સુંદર રંગ બેરંગી નયન રમ્ય પીંછાવાળી પુછડી તેની ખાસ વિશેષતા છે. કુદરતી સૌદર્ય સાથે સોળે કલાએ ખીલી ઉઠતી સૃષ્ટિમાં તેનો મીઠો ટહુકો કે મે… ;આઉનો અવાજ જ માનવને કુદરત સાથે જોડી દે છે.
કાળા ડિબાંગ વાદળો ગડગડાટ કરતા હોય અને વર્ષા આગમને નર મોર તેના પીંછા ફેલાવીને નૃત્ય કરતો હોય ત્યારે ધરતી ઉપર સ્વર્ગ ખડુ થાય છે. ગોળ ગોળ ફરતા ને પીંછાને કંપન આપતા મોરને આપણે કળા કરી એમ કહીએ છીએ પણ વાસ્તવમાં તો તે ઢેલ (માદા મોર)ને આકર્ષવા માટે આવું કરે છે. આ વાત બહુ ઓછાને ખબર હોય છે.
આપણા હિન્દુ ધર્મમાં તેનું અનેરૂ સ્થાન છે. શાસ્ત્રો વેદો-પૂરાણો સાથે કૃષ્ણના મુગટમાં બાળપણથી જ કાયમ મોરપીચ્છ ધારણ કરતા માતા સરસ્વતી પણ ધારણ કરતા શિવજીના પુત્ર કાર્તિકેયનું તો વાહન જ મોર હોવાનું આપણા ગ્રંથોમાં ઉલ્લેખ છે. ધર્મમાં ગમે તે દેવી-દેવતાની તસ્વીર-ચિત્રમાં મોર સુશોભન માટે વિશિષ્ટ સ્થાને જોવા મળે છે. આજે પણ મંદિરોમા સવાર-સાંજની આરતી સમયે તેના પીંછામાંથી બનેલ પંખા વડે ભગવાનને પવન નાંખવામાં આવે છે.
બપોર ઘટાદાર વૃક્ષની ડાળીએ આરામ કરતા મોર ખોરાકની શોધમાં વહેલી સવાર અને સાંજે ફરતા જોવા મળે છે. સામાન્ય રીતે મોર ચાર-પાંચના જુથમાં રહેવાનું પસંદ કરે છે. વનવગડાઅને ખેતરમાં વધુ જોવા મળતા મોરનો મુખ્ય આહાર અનાજના દાણા-જીવડા અને નાના સરીસૃપ હોય છે. તે મુખ્યત્વે ૧૧ પ્રકારનાં વિવિધ અવાજો કાઢી શકે છે. ભારતમાં રાજસ્થાન,ગુજરાત, હરિયાણા, તામિલનાડુમાં સૌથી વધુ મોર જોવા મળે છે.
મોરના પીંછા, વિવિધ રંગો માથે કલગી વિગેરેને કારણે ખૂબજ રૂપકડું અને અત્યંત આકર્ષક દેહરચના ધરાવે છે માથાથી પેટ સુધી ચમકદાર જાંબલી રંગ હોય છે, જયારે ઢેલનો રંગ કથ્થાઈ જોવા મળે છે. રંગબેરંગી પીછાથી લદાયેલી પૂંછડી દોઢ મીટર લાંબી હોય છે. મોરનું વજન ૪ થી ૬ કિલો જેટલું હોય છે. મોર કેઢેલ બંનેને માથે સુંદર કલગી જોવા મળે છે. ભરાવદાર શરીર સાથે લાંબા પાતળા પણ ખૂબજ તાકાતવર પગ હોય છે. મોરની ખાસવાત એ છે કે તેને ભય લાગે ત્યારે તે ઉડવાને બમદલે ઝડપથી દોડવાનું પસંદ વધુ કરે છે. પક્ષીઓમાં સૌથી ઓછુ ઉડી શકતો મોર છે. આપણા દેશ કે વિદેશમાં અમૂક જગ્યાએ સફેદ મોર પણ જોવા મળે છે. મોરને અંગ્રેજીમાં નપિકોકથ, ઢેલને નપિહેનપ તથા તેના બચ્ચાને નપીચીકથ કહેવાય છે. તેની પૂંછડીમાં વિશિષ્ટ મોરપીચ્છ ધરાવતો મોર લોકપ્રિય અને સુંદર પક્ષી છે.
સમગ્ર દૂનિયામાં ભૂરા-લીલા-જાંબલી-સફેદ રંગનાક મોર જોવા મળે છે, પણ આજકાલતો વિવિધ રંગોના કલર ફૂલ મોર પણ જોવા મળી રહ્યા છે. તેનું આયુષ્ય એવરેજ ૨૫ થી ૩૦ વર્ષ હોય છે. સૌથી અચંબિત કરતી મોરની વાત એ છે કે તેની મોરપિચ્છના તાતણાના નાના ક્રિસ્ટલ ને કારણે જુદીજુદી દિશામાંથી જોવો તો તે અલગ રંગમાં જોવા મળે છે.
ઢેલ ત્રણથી ચાર ઈંડા મૂકે છે અને ૨૮ દિવસ બાદ તેમાંથી બચ્ચાનો જન્મ થાય છે. જન્મસમયે બચ્ચાનું વજન માત્ર ૧૦૦ ગ્રામ હોય છે. ખુબીની વાત તો એ છે કે બચ્ચા એકજ દિવસમાં ચાલવા લાગે છે. અને પોતે પોતાનો ખોરાક શોધવા લાગે છે. ઢેલનું શરીર મર્યા પછી પણ સડતુ ન હોવાની પ્રાચીન ઈજિપ્તમાં માન્યતા હતી ને ત્યાંના લોકો તેને અમર હોવાનું પ્રતિક ગણતા હતા. સિકંદર પણ ભારતમાંથી એક મોર યુનાન દેશ લઈ ગયો હતો. મોર્ય સામ્રાજયમાં રાષ્ટ્રીય પ્રતિક મોર હતુ ને ચલણી સિકકામાં પણ તેનું ચિત્ર હતુ.
આજે મોરની વસ્તી ઘટવાના કારણોમાં મોરપીંછનો વિદેશોમાં વેપાર સાથે તેમાંથી બનતા પંખા અને અન્ય કેટલીક વસ્તુઓ બનાવાય છે. ગમે તેવા જોખમમાં ઢેલ બચ્ચાને રેઢા મૂકીને કયારેય જતી નથી. બચ્ચા પણ આઠ મહિનામાં પુખ્ત થઈને પોતાની સંભાળ જાતે રાખતા શીખી જાય છે, અને મા-બાપને છોડીને દૂર જતા રહે છે. રોગ-પ્રાચિન ગ્રીસ અને ભારતના બાગોમા મોર છૂટા ફરતા હોવાથી તેની શોભા વધી જતી હતી. રાજા-રજવાડાના ગાર્ડનમાં હજારો વર્ષો સુધી મોર જોવા મળતા હતા, તેમના મહેલમાં ભીંત ચિત્રોમાં આજે પણ જોવા મળે છે.દુનિયામાં સૌથી વધુ સંપૂર્ણ સફેદ કલરના મોર ભારત અને ઓસ્ટ્રેલિયામાં જ જોવા મળે છે.
વિવિધ રંગોમાં જોવા મળતા મોરનો મુખ્યત્વે વાદળી રંગ હોય છે. અને તેભારત શ્રીલંકા, નેપાળમાં વધુ જોવા મળે છે. લીલોમોર ઈન્ડોનેશિયા અને મ્યાનમારમાં જોવા મળે છે. કવિકાલિદાસે મોરન ખૂબજ ઉચ્ચ દરજજો આપ્યો હતો. ચંદ્રગુપ્તના સિકકા પર મોરની કૃતિ સાથે રાજા -મહારાજાઓના સિંહાસન પાછળ મોરની પાંખો જોવા મળતી હતી.શાહજર્હાનું સિંહાસન મયુરપંખ હતુ. રાજાઓ માટે વિંઝણો પણ મોરપિંછમાંથી બનાવાતો હતો.
આપણા દેશમાં ૨૬ જાન્યુઆરી ૧૯૬૩ના રોજ મોરને રાષ્ટ્રીય પક્ષીનો દરજજો અપાયો હતો. આપણા સિવાય શ્રીલંકા-મ્યાનમાર દેશનું રાષ્ટ્રીય પક્ષી મોર છે. ઓગષ્ટમાસમા તેના પિંછા સંપૂર્ણ ખરી જાય છે. ઢેલ જાન્યુઆરીથી ઓકટોબર દરમ્યાન ઈંડા મૂકે છે. ૧૪૮૬ની સાલનાં એક પેઈન્ટીંગમાં મોરનું દ્રશ્ય જોવા મળે છે. એક માન્યતા મુજબ ઘરમાં મોરપિચ્છ રાખવાથી શુભ ગણાય છે. તો વાસ્તુ શાસ્ત્રમાં પણ તેને શુભગણાયું છે. ચોપડીમાં તે રાખવાથી વિદ્યા આવે તેવી લોકવાયકા છે અને છેલ્લે છેલ્લે… મેહુલીયો ગાજે ને મેઘ ઝરઝર વરસે, ત્યારે મોર ઘેલો બની નૃત્યમાં પાગલ બને.
મોરના બચ્ચા એક જ દિવસમાં ચાલવા લાગે છે: જાણો મોર વિશેની રસપ્રદ વાતો
- મોર વનસ્પતિ અને જીવ જંતુ બંને ખોરાક લેતા હોવાથી તે સર્વાહારી છે. તેની પૂછડીમાં ૧૫૦ થી ૨૦૦ જેટલા પીંછા હોય છે.
- મોર કદાવર હોવાથી બહુ ઉંચાઈએ ઉડી શકતો નથી તે ૧૬ કિ.મી. ઝડપે દોડે છે.
- તેના શરીર કરતા ૬૦ ટકા વધુ ભાગની લાંબી પુછડી હોય છે તે, ૬ ફૂટ લાંબી જોવા મળે છે. જન્મબાદ તેને ત્રણ વર્ષે પુછડીના પીછા આવે છે.
- સફેદ,જાંબલી, લીલા, ભૂરા વિગેરે કલરમાં મોર દૂનિયામાં જોવા મળે છે.
- પ્રાચીન ભારતમાં મોર્ય વંશમાં તે રાષ્ટ્રીય પ્રતિક હતુ. ચલણી સિકકામાં પણ તેનું ચિત્ર આવતું ૧૪૮૬ની સાલના એક પેઈન્ટીંગમાં પણ તે જોવા મળે છે. શાહજર્હાનું સિંહાસન મયુર પંખ હતુ. આપણા સિવાય શ્રીલંકા અને મ્યાનમારનું રાષ્ટ્રીય ચિન્હ મોર છે.
- ૨૦ થી ૨૫ વર્ષ જીવતા મોરનો શિકાર કરવાનો આપણા દેશમાં પ્રતિબંધ છે,ગુનો બને છે. તે પાણીમાં તરી શકતો નથી. તે વિવિધ ૧૧ જાતનાં અવાજો કાઢી શકે છે. આપણા દેશમાં લીલો મોર રાષ્ટ્રીય પક્ષી છે. જયારે ભૂખરા રંગનો મ્યાનમાર દેશનું પ્રતિક છે.
- સિકંદર આપણા દેશમાંથી મોર લઈને યુનાન ગયેલો તે સમયે મોર સૌથી કિંમતી ચીજ ગણાતી હતી.
- પ્રાચિન ઈજીપ્તના લોકો એવું માનતા કે ઢેલનું શરીર સડતું નથી ને તે અમર છે.ઢેલ તેના બચ્ચાને રેઢા મૂકીને કયાંય જતીથી તો બચ્ચા ૮ મહિને પુખ્ત થઈને પોતાની સંભાળ જાતે રાખીને દૂર જતા રહે છે.