હિન્દુ ધર્મમાં નાગને પૂજનીય ગણવામાં આવે છે:  શ્રાવણ  મહિનામાં મહાદેવની સાથે  નાગ દેવતાની  પૂજાનું મહત્વ: નાગ દેવ દેવી-દેવતાના વિરાટરૂપમાં રહેલા છે, શિવજીના ગળામાં, ગણેશે જનોઈના રૂપે તથા વિષ્ણુ ભગવાને શેખ નાગની શૈયા  પર વિશ્રામ કરે છે

જાણો નાગની દુનિયાની અજાણી વાતો

દુનિયામાં 29 હજાર જેટલી નાગની પ્રજાતિઓ છે, આપણાં  દેશમાં 250 પ્રજાતિના સાપ જોવા મળે છે, તે પૈકી માત્ર 50 સાપ જ ઝેરી છે: સાપ કરડવાના 80 ટકા બનાવોમાં તે પગે જ ડંખ મારે છે

શ્રાવણ મહિનામાં ભોળાનાથ ભકિત સાથે તેના આભુષણ  સમા નાગ દેવતાની પુજાનું પણ મહત્વ છે. આજ મહિનામાં નાગ પંચમીનું   પણ મહત્વ છે. આપણા શાસ્ત્રોમાં  શેષનાગ, વાસુકી,તક્ષક અને કકોંટકનાગ દેવતાની પુજાનું મહત્વ  દર્શાવેલ છે. આપણા હિન્દુ ધર્મમાં નાગને પૂજનીય ગણવામાંઆવે છે. નાગદેવતાનું રૂપ ગણવામાં આવે છે. અને તે દેવી-દેવતાઓના વિરાટ રૂપમાં  રહેલા છે.  શિવજીના   ગળામાં,  ગણેશ ભગવાનની જનોઈના રૂપે તથા વિષ્ણુ ભગવાને  તેની શૈયા પર  વિશ્રામ કરતા દર્શાવાયા છે. આપણા સમાજમાં નાગ વિશેની  ઘણી   લોકવાયકાઓ પણ પ્રચલીત છે, જેમાં આપણી ધરતી શેષનાગની ફેણ ઉપર ટકેલી છે. અને જયારે રતી પર પાપ વધી જાય ત્યારે શેષનાગ ફેણ સમેટીલેતા  ધરતી હલવા  લાગે છે. નાગનો  જન્મ  ઋષી કશ્યપની બે પત્નીઓ કદ્રુ અને વિનતાથી થયો હતો.

ભગવાન શીવના ગળામાં તક્ષક સાપ જ લપેટાયેલો હોય છે. શ્રાવણ મહિનાની   શુકલ પક્ષની પંચમી તિથિ જે  દિવસે સાપની  વિશેષ પુજા કરીને નાગ  પંચમી ઉજવાય છે. આપણા દેશમાં સાત પ્રસિધ્ધ નાગ મંદિરો  આવેલા છે. જેમાં પ્રયાગરાજનુ તક્ષક નાગ મંદિર, પટની ટોપનું સાપમંદિર, ઉજજૈનનું નાગચંદ્રેશ્ર્વર મંદિર, ઉતરાખંડનું ઘૌલીનાગમંદિર, પ્રયાગરાજનું વાસુકી નાગમંદિર, નૈનીતાલનું કકોંટકસાપ મંદિર અને  કેરળનું મન્નાર સાલા નાગ મંદિર છે. નાગ પુજા ભારતમાં ઘણા પ્રાચિન કાળથી ચાલીઆવતી પરંપરા છે. બહેનો આ દિવસે તેની પુજા કરીને બાજરીના લોટની કુલેર બનાવી  ખાય છે. નાગની એક વિશિષ્ટતા એ છેકે તમે તેને છંછેડો નહી તોતે કયારેય કરડતો નથી  ભગવાન શ્રી કૃષ્ણ પણ લખ્યું છે કે નાગોમાં હુ વાસુકી નાગ છું. મથુરામા કાલીનાગને નાથીને  વૃંદાવનની પ્રજાને ત્રાસમાંથી મૂકત કર્યા હતા. સમુદ્ર મંથન  વખતે પણ વાસુકીનાગ દોરડા સ્વરૂપે  કામમાં આવ્યોહતો.

નાગના બાર  પ્રકારના નાગકુળ શાસ્ત્રોમાં  વર્ણવાયા છે, જેમાં અનંત, વાસુકી, શંખ, પદમ, કુંબલ, કકોંટ, અશ્ર્વતર, ધૃતરાષ્ટ્ર,  શંખપાલ, કાલીય,  તક્ષક અને પીંગલનો સમાવેશ થાય છે. મોટાભાગે  આપણે સૌ કાલીનાગ અને તક્ષક  નાગથી પરિચિત છીએ.

નાગ દીવાથી દૂર ભાગે છે,કપાસ, રૂ કે કપાસીયાની ગંધથી દૂર ભાગતો હોવાથી ઘરમાં ઘીનો દિવો કરવાથી નાગ  આવતો નથી. પ્રાચિન કાળમાં જગતભરનાં દેશોમા નાગપૂજા પ્રચલીત હોવાના પુરાવા મળેલ છે.  ગુજરાતમાં તો ઘણી જગ્યાએ  નાગદેવતાની પૂજા સાથે મેળાપણ ભરાય છે. આપણા રાજયમાં  લખતર, સુરેન્દ્રનગર, ચરમાળીયાનાગદેવ,  પાટણનો મેળો, મહેસાણા, હારિજ, ઘોઘા,   ભાવનગર,  વડનગર, ખેડા, પેટલાદ જેવા ઘણા સ્થળોએ મંદિરો આવેલા છે. અને મેળાપણ ભરાય છે. નાગની પૂજા ચરમાળીયાનાગ, વાસુકીનાગ (થાન), શેષનાગ (ઢામા),  ગોગા નારાયણ (દાહોદ), ભૂજિયા નાગ (આબુ), નાગનાથ (જામનગર) અને શેષનારાયણ (સોમનાથ) જેવા નાગનાતીર્થો આવેલા છે.

પૌરાણિક  કથા પ્રમાણે એકવાર માતૃ-શ્રાપથી  નાગલોક બળવા લાગ્યો, ત્યારે નાગોની દાહ-પીડા શ્રાવણની પંચમીના દિવસે શાંત  થઈ હોવાથી  આનાગ પંચમી પર્વ વિખ્યાત   થઈ ગયું હતુ.  આપણી ધાર્મિક   આસ્થાના આધાર પર લિંગ, સાપ, અગ્નિ, સૂર્ય વિગેરેનું  ખુબ મહત્વ છે. આપણે ત્યાં નાગ દર્શનને શુભગણવામાં આવે છે. ભારત  કૃષિ પ્રધાન દેશ છે,સાંપ ખેતરનું રક્ષણ કરીને   જીવજંતુ, ઉંદર વિગેેરેથી પાકને  નુકશાન અટકાવે છે.એક માન્યતા મુજબજો શ્રાવણ મહિનામાં   નાગના સપના આવે તો શિવજીની  કૃપા વરસી  રહી છે. તેવું કહેવાય છે.

આજે નાગની વાત નીકળી છે, ત્યારે તેની દુનિયાની વિવિધ  વાતો પણ  મારે આ લેખના માધ્યમથી કરવી છે. કાપ મેરૂ દંડી સમુદાય, પુષ્ઠ વંશી અનુસમુદાય, સરીસૃપ વર્ગના ઓફિડિયા શ્રેણીનું પ્રાણી છે.  સાપની દુનિયામાં 2900 જેટલી વિવિધ પ્રજાતિઓ પૃથ્વી પર વસે છે. આપણા દેશમાં 250 પ્રજાતિના સાપજોવા મળે છે, તેમાંથી માત્ર 50 સાપ જ ઝેરી છે, આ પૈકી માત્ર જમીન પર વસતા માત્ર 4 સાપ જ છે બાકીનાં દરિયાઈ ઝેરી સાપ છે. સાપ ચતુષ્પાદ પ્રાણી હોવા છતાં તેના ઉપાંગોનો  અભાવ છે, શરીર લાંબુ નળાકાર હોવાથી દરમાં રહેવાઅદભૂત અનુકુલન છે. સાપને અનેક  દાંત આવેલા હોય છે. જે સતત ઘસાતા જાય અને તેના સ્થાને નવા દાત આવતા જાય છે.  સાપ જમીન પર ચાલી કે દોડી શકે અને ઝાડ પર પણ ચડી શકે છે, પાણીમાં તરી પણ શેક છે. દર વર્ષે 16 જુલાઈના રોજ  વિશ્ર્વ સાપ  દિવસ ઉજવાય છે.

સાપની બધી પ્રજાતિઆ માંસાહારી છે, જેમાં નાનાપક્ષી, ઈંડા, દેડકા, ઉંદરો,  કીટકો,  ગરોળી, કાચિંડા, માછલી વિગેરે તેમનો ખોરાક છે. તે લાંબો સમય ખોરાક, પાણી વગર રહી શકે છે. ભારતીય સાપોમાં ઈંડાનો સેવન કાળ 60 થી 90 દિવસનો હોય છે. આ પૃથ્વીપર કુલ સાપોમાંથી માત્ર  375 સાપ જ ઝેરી છે,  તે મોટાભાગે કાળા રંગના વધુ હોય છે. પણ લીલા, પીળા અને કથ્થાઈ રંગના પણ જોવા મળે છે.  સૌથી નાનો બ્રાહ્મણી સાપ માત્ર બે ઈંચનો હોય છે, અને તે અંધ હોય છે. સૌથી મોટો સાપ એનાકોન્ડા જે  38 ફૂટનો હોય છે. સાપ 50 વર્ષ જીવે છે, અને  તે ધ્રુવ પ્રદેશો, આઈસલેન્ડ, આર્યલેન્ડ, ગ્રીનલેન્ડ અને ન્યુઝિલેન્ડ સિવાય સમગ્ર વિશ્ર્વમાં જોવા મળે છે. સાપને કાન હોતા નથી, પણ તેનું શરીર અવાજના તરંગો ઝીલી શકે છે. દુનિયાનું એકમાત્ર પ્રાણી છે. જે તેનું મોઢુ 180 અંશ ખોલી શકે છે. તેના દાંતનો ઉપયોગ ખોરાકને  અંદર ધકેલવા માટે  કરે છે. સાપ કરડવાના  80 ટકા બનાવોમાં તે પગે જ  બટકુ ભરતો હોય છે. તે ઉડી શકતો નથી તે પોતાની લંબાઈનો જ ભાગ કોઈ પણ આધશર વગર ઉંચો કરી શકે છે. તે કદી દુધ પીતો નથી, માથા પર મણી ધરાવતો નથી. એક વાત તેને સંગીતનું કોઈ જ્ઞાન જ  હોતુ નથી.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.