હિમાચલપ્રદેશની 68 વિધાનસભા બેઠક માટે મતદાનનો પ્રારંભ થઈ ગયો છે. સવારથી મતદાતાઓમાં ઉત્સાહ જોવા મળતો હતો. જો કે બપોર સુધી મતદારોએ મતદાન મથકની બહાર લાંબી લાઈનો લગાવી હતી. કેટલાક વિસ્તારોમાં વીવીપેટ મશીનો ખરાબ થવાની  ફરિયાદો મળી હતી, તે કેટલાક બૂથ પર મતદાન એકથી માંડીને બે કલાક સુધી ખોરવાયું હતું, આ બૂથ પર મતદારોને લાઈનમાં વધુ વાર ઉભા રહેવું પડયું હતું. તેમછતાં મતદારોમાં મત આપવાની તાલાવેલી હતી. આ વખતની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ એમ બે પરંપરાગત પ્રતિદ્વંદ્વી વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. રાજ્યમાં અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારોનું કોઈ ખાસ મહત્વ નથી.

વર્તમાન ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મતદાતાઓને આકર્ષવા વિકાસ અને ભ્રષ્ટાચારના મુદ્દાને કેન્દ્ર સ્થાને રાખ્યો છે. તો કોંગ્રેસે GST મુદ્દો આગળ ધરી જનતાને રાજી કરવા પ્રયાસ કર્યો હતો. રાજ્યની તમામ 68 બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન પ્રક્રિયા પુરી કરી લેવામાં આવશે. મતગણતરી 18 ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.