અમેરિકાના હવાઇ આઇલેન્ડના પ્યુના ડિસ્ટ્રિકમાં સક્રિય થયેલા કિલાઉન જ્વાળામુખીના કારણે હવામાં ગેસ અને લાવા નીકળી રહ્યા છે, આગામી દિવસોમાં કિલાઉ જ્વાળામુખીમાં વધુ તીવ્ર બ્લાસ્ટ થવાની આશંકાના કારણે રવિવારે આ આઇલેન્ડ પર ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે સ્થાનિકોને જીવનો જોખમ છે અત્યાંર સુધીમાં 15000 થી વધુ લોકોનું અગાઉ જ સ્થાનાંતર કરાવ્યું છે.
હવામાં ધૂમાડાના જાડા થર જોવા મળશે. 20 હજાર ફૂટ ઉંચે રાખ ઉડવાની શક્યતાઓ.
જયારે આ જ્વાળામુખીએ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ છે, રવિવારે વહેલી સવાર જ્વાળામુખીમાં 1000 ફૂટ લાંબી તિરાડ જોવા મળી છે. આ જ્વાળામુખીમાં અત્યાર સુધી 17 તિરાડ એક્ટિવ થઇ છે અને આજે સોમવારે વધુ બે તિરાડ એક્ટિવ થશે. જે અનુસાર, કિલાઉ જ્વાળામુખીમાં 19 ફિશર એક્ટિવ થશે. હવાઇ કાઉન્ટી સિવિલ ડિફેન્સે રવિવારે વહેલી સવારથી જ અહીં ઇમરજન્સી જાહેર કરી દીધી છે. રવિવાર સુધી લાવાના કારણે ઘરોને નુકસાન થયું છે જેનો આંકડો 40 થઇ ગયો છે અને લોકોને શેલ્ટર હાઉસમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે.
જીઓલોજિસ્ટે ચેતવણી આપી છે કે, આગામી દિવસોમાં તિરાડોની સંખ્યા વધવાના કારણે લાવાની સાથે સાથે મોટી ખડકો પણ બહાર ફેંકાશે. ઉપરાંત હવામાં ધૂમાડાના જાડા થર જોવા મળશે. 20 હજાર ફૂટ ઉંચે રાખ ઉડવાની શક્યતાઓ.
હવાઇના બિગ આઇલેન્ડમાં અત્યાર સુધી હજારો લોકોએ સ્થળાંતર કર્યુ છે અને રવિવારે ડઝન જેટલી ઇમારતો ખાખ થઇ ગઇ હતી., જિઓલોજિસ્ટના રિપોર્ટ અનુસાર, કિલાઉ સમિટમાં વધુ નવી ફિશરો થતાં બ્લાસ્ટના કારણે હવામાં 20,000 ફૂટ (6,100 મીટર) ઉંચે રાખ ઉડશે. ઉપરાંત 12 માઇલ (19 કિમી) સુધી કાટમાળ ફેલાશે.
રવિવારે 18મી ફિશર વેસ્ટ હાઇવે 132 તરફ ખુલી હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે હાલે કમાહિના લૂપ રોડના રહિશોને તાત્કાલિક આ સ્થળ ખાલી કરી દેવાના આદેશ આપ્યા છે. અહીં બે કોમ્યુનિટી સેન્ટર્સને શેલ્ટર હાઉસમાં ફેરવી દેવામાં આવ્યા છે.
સ્થાનિક રહીશોને તાત્કાલિક આ એરિયા ખાલી કરી દેવાના આદેશ આપવામાં આવ્યા છે અને બે નજીકના કોમ્યુનિટી સેન્ટર્સને શેલ્ટર હાઉસ બનાવી દેવામાં આવ્યા છે. અહીં સ્થાનિક રહીશો અને જાનવરોને આશ્રય આપવામાં આવ્યો છે.
હાલમાં બચાવ અને રાહત કાર્ય તથા શેલ્ટર હોઉસમાં માણસોને પુરેપુરી રાહત મળે તે માટેની બચાવ કાર્યવાહી તેજ કરવા સરકારી આદેશ આપ્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com