ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ અમિત શાહની ગઇકાલે સાંજે વિધિવત જાહેરાત, મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને આજે ભાજપના નેતા તરીકે ચૂંટી કાઢયા બાદ રાજયપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કરશે
છેલ્લા એક દાયકામાં લોકપ્રિય રાષ્ટ્રનેતા તરીકે ઉપસી આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રભાવ અને ભાજપની રાષ્ટ્રવાદની લહેર વચ્ચે તાજેતરમાં હરિયાણા વિધાનસભાની ચુંટણી યોજાઇ હતી. જેમાં પ્રજાએ વિભાજીત જનાદેશ આપતા ૯૦ બેઠકોમાંથી ભાજપને ૪૦ બેઠકો , કોંગ્રેસને ૩૧ બેઠકો, દુષ્યંત ચૌટાલાની જેજેપીને ૧૦ બેઠકો, લોકદળને ૧ જયારે અન્યોને ૯ બેઠકો મળી હતી. ત્રિશંકુ વિધાનસભા બાદ ભાજપ અને કોંગ્રેસ બન્ને મુખ્ય પક્ષોએ અનય પક્ષો અને અપક્ષોની મદદથી સરકાર રચવા માટે પ્રયત્નો શરુ કર્યા હતા. જેમાં આખરે ભાજપને સફળતા મળી છે. ભાજપને જેજેપી અને અપક્ષોએ ટેકો આપવાની જાહેરાત કરતા હરિયાણામાં ફરીથી ભાજપને રાજયોગ થયો છે. નકકી થયેલી ફોર્મ્યુલા મુજબ ભાજપના મનોહરલાલ ખટ્ટર ફરીથી મુખ્યમંત્રી જયારે જેજેપીના દુષ્યંત ચૌટાલા ઉપ મુખ્યમંત્રી બનશે.
પરિણામ જાહેર થતાં જ હરિયાણામાં તેજ બની ગયેલી રાજકીય ગતિવિધીઓ વચ્ચે આજે શનિવારે બેરાજકીય પક્ષો દ્વારા સરકાર રચવાના થનારા દાવા વચ્ચે મનોહરલાલ કટ્ટરને ભાજપ દ્વારા પક્ષના નેતા તરીકે ચંદીગઢમાં ચુંટણીની ઔપચારિક પ્રક્રિયા પૂરી થશે. ભાજપ દ્વારા ચૌટાલાને રાજયમાં સહયોગી સરકાર રચવા માટેની વાટાધાટોનો હવાલો આપવામાં આવ્યો છે. રાજયમાં રોજગારીના દર વધારવા સ્થાનીકોને નોકરીમાં વધુ સ્થાન અને વૃઘ્ધોની પેન્શન યોજનામાં વધારા જેવા મુખ્ય એજન્ડા સાથે હરિયાણામાં ભાજપ અને જેજેપીની સરકાર રચવાનો રાજકીય તખ્તો ગોઠવાયો છે.
હરિયાણામાં ભાજપ ફરીથી સરકાર બનાવી રહી છે. ભાજપને ૪૦ બેઠકો મળી હતી. પરંતુ શુક્રવાર સાંજ સુધીમાં ૯ અપક્ષ ધારાસભ્યોને ભાજપની બીનશરતી ટેકો જાહેર કરી દીધા બાદ રાત્રે ૯ વાગ્યે અમિત શાહે નવી સરકાર માટે સત્તાવાર રીતે ભાજપ અને જેજેપી વચ્ચે રાજકીય જોડાણની જાહેરાત કરી હતી. આજે શનિવારે રાજયપાલને મળીને મુખ્યમંત્રી મનોહરલાલે ખટ્ટર ફરીથી સરકાર રચવાનો દાવો કરશે.
ભાજપના કાર્યકારી પ્રમુખ જેપી નડ્ડા, અનુરાગ ઠાકુર, અનિલ જૈન રાષ્ટ્રીય અઘ્યક્ષ અમિત શાહ સાથે ચર્ચા મસલત જોડાયા હતા. દિવસ-ર ચાલેલી આ રાજકીય ગતિવિધિઓમાં ભાજપે સ્પષ્ટ બહુમતિ માટે ખુટતા છ ધારાસભ્યોનો ટેકો મેળવી લીધો હતો. બાદ પરિણામના દિવસે જ અપક્ષ ધારાસભ્યો જેપી નડ્ડાને મળ્યા હતા. અને પોતાના સહયોગની જાહેરાત કરી હતી ભારે ચર્ચામાં રહેનાર ધારાસભ્ય ને પૂર્વમંત્રી ગોપાલ કાંડાએ પણ ભાજપમાં પુન: જોડાણની તૈયારી સાથેની સ્વાયત્ત રીતે ટેકાની જાહેરાત કરી હતી.
હરિયાણામાં સરકાર બનાવવા માટે ભાજપ સાથે જોડાવવા માટે તૈયાર કરાયેલા અપક્ષ ધારાસભ્યોમાં નારાયણપાલ રાવલ (પીથલા) રણધીરસિંગ ગોલેના (પુંડરી) સોમવીર સંઘવાન (દાદરી) બલરાજ કુકું (મેહમ) કોંગ્રેસના બળવાખોર રણજીતસિંહ (રાણીયા) ધર્મપાલ ગુન્ડુર (નિલોખેરી) અને રાકેશ દોલતાબાદ (બાદશાહ પુર) કુન્ડુ, રાવત, ગોલેન, સંધવાન અને ગુન્ડર ભાજપના બળવાખોર નેતાઓ તરીકે ચુંટણી લડયા હતા. ખટ્ટરે જણાવ્યું હતું કે અપક્ષ સરકાર રચવા માટે તેઓ ભાજપના સહયોગ બનવા તૈયાર થયા છે.
જનનાયક જનતા પાર્ટીનો રાજકીય સહયોગ ભાજપ માટે વધારાની સગવડ બની રહી છે. ભાજપને બહુમતિ માટે અપક્ષ ધારાસભ્યોને સહયોગ પણ પ્રાપ્ત થયાો હતો. પરંતુ રાજયમાં સ્થિર અને મજબુત સરકાર બને તે માટે જે.જે.પી. ના સહયોગથી સરકાર બનાવવાનું નકકી કર્યુ હતું. રાજયમાં જાતીવાદી સમીકરણો અને ખાસ કરીને બિનજાટ જાતિઓના ભાજપના સહયોગ ને ઘ્યાને લઇને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને બીજી ઇનીંગ માટે કેન્દ્ર સત્તા મેળે તે માટેના સહયોગને ઘ્યાને લઇને હરિયાણામાં ભાજપના તમામ સહયોગી વર્ગને ઘ્યાને લઇ વિધાનસભામાં સહયોગી રાજકારણના સમીકરણોને પ્રધાન્ય આપ્યું છે.
અમિત શાહે જણાવ્યું હતું કે રાજયમાં નવી બનનારી સરકારમાં નાયબ મુખ્યમંત્રી પદે ચૌટાલાને આપવાનો નિર્ણય રાજકીય મુદ્દાના ભાગરુપે અને આગામી પ વર્ષ સુધી રાજયમાં સ્થિર અને વિકાસશીલ શાસન મળી રહે તેના આશયથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખટ્ટર અને ચૌટાલાએ સમાચાર માઘ્યમોને જણાવ્યું હતું કે હરિયાણામાં ભાજપ અને જેજેપીનું ગઠબંધન સ્થિર સરકાર માટે આવશ્યક છે. રાજકીય રીતે ભાજપ સ્પષ્ટ બહુમતિથી થોડી જ દુર રહી જવા પામી હતી.
ચૌટાલાએ અગાઉ જાહેર કર્યુ હતું કે જન નાયક, જનતા પાર્ટીએ ભાજપને ટેકો આપવા પૂર્વે તમામ વિકલ્પોનો અભ્યાસ કર્યો હતો. અલબત કોંગ્રેસ સાથે કોઇ ગંભીર ચર્ચા થઇ ન હતી. પરંતુ સાથે સાથે જેજેપી નેતાઓએ એવો મત સ્પષ્ટ કર્યો હતો કે અમારા માટે કોઇપણ સાથે અછુતતા રાખવાનો ભાવ નથી. જયારે બન્ને બાજુ વાટાધાટો ચાલતી હતી. ત્યારે ભાજપને સહકાર આપવાની સંભાવનાઓ પહેલાથી વધુ અનુકુળ અને ભાજપ સાથેના માનવામાં આવ્યું હતું. જેજેપી લોકદળનો જ એક ભાગ છે અને કોંગ્રેસ સાથે એક સબબ વિપક્ષ તરીકેની ભુમિકાનો દાયકાઓનો ઇતિહાસ ધરાવે છે.