આ પાડાનું નામ સુલતાન છે અને આ પાડો હરિયાણાનો છે. મુર્શ પ્રજાતી આ પાડો એક દિવસમાં ૧૦ કિલો દુધ, ૧૫ કિલો સરફજન ૨૦ કિલો ગાજર, ૧૦ કિલો અનાજ અને ૧૦-૧૨ કિલો લીલા પાંદડા ખાય છે. જેનો એક દિવસનો ભોજન ખર્ચ બે હજાર ‚િ૫યા થાય છે.
સુલ્તાનના વીર્યની દેશના ઘણા રાજ્યમાં માંગ છે. તેના સીમેનના એક ડોઝની કિંમત ૩૦૬ ‚પિયા છે. આ સીમેનના વેચાણથી જ એક વર્ષમાં તે ૧૦ મીલીયન એટલે કે એક કરોડ ‚પિયા માલીકને કમાઇ આપે છે.
સાઉથ આફ્રિકાના એક ખેડુતે ૨૧ કરોડમાં સુલતાનને ખરીદવાની ઇચ્છા બતાવી હતી. પણ તેના માલીક નરેશ બેનીવાલે સુલતાનને પોતાનાથી જુદો નથી કરવો તેમ કરી ઓફર ઠુકરાવી દીધી હતી.
આઠ વર્ષનો આ પાડો છ ફુટ લાંબો અને તેનો વજન ૧.૫ ટન છે. જે તેના સીમેનથી દેશભરમાં પશુપાલનમાં પ્રખ્યાત છે. જ્યારે આ પાડાનો શરાબ પીવાના શોખથી સોશિયલ મિડીયામાં ફેમસ થયો છે. સુલતાનને વિસ્કી પીવાનો શોખ છે. રોજ સાંજે સુલતાન વિસ્કી તો પીવી જ પડે છે.