ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામમાં હાર્દિકનો રોડ શો અને સંકલ્પ સભાનું આયોજન ભાયાવદર પાટીદાર આંદોલન સમિતિના નેજા હેઠળ રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 10 હજાર જેટલા પાટીદાર સમાજનાં ભાઇઓ અને મહિલાઓ ઉમટી પડયા હતાં.ગામડાઓમાંથી પણ પાટીદાર સમાજના આગેવાનો હાજર રહ્યાં હતાં. સભામાં હાર્દિકે ભાજપ વિરૂધ્ધ હુંકાર કરતા કહ્યું હતું કે, અનામત નહીં તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ નહીં.
ભાજપ સરકારને હરાવીને જ જંપીશું
હાર્દિક પટેલે સંકલ્પ સભામાં વધુમાં કહ્યું હતું કે, અનામત તો કોઈ સંજોગે લેવામાં આવશે અને જો સરકાર પાટીદાર સમાજને અનામત નહીં આપે તો આવતી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સરકારને હરાવીને જ જંપીશું. ભાયાવદરનાં અન્ય સમાજનાં જેવા કોળી, રબારી, દલિત, મુસ્લિમ, લોહાણા, આહિર, ભાટીયા અને અનેક સેવાભાવી સંસ્થાનાં આગેવાનોએ ફુલહાર કરીને હાર્દિક પટેલનું ભવ્ય સ્વાગત કરીને સન્માન કરવામાં આવ્યું હતું. હાર્દિક પટેલનો રોડ શો અને સંકલ્પ સભાનું આયોજન ભાયાવદર પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ રાખવામાં આવ્યું હતું.