મસ્તી-મસ્તીમાં યુવાનો હત્યા સુધી પહોંચી ગયા: પાંચ આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધાયો
હળવદ જીઆઇડીસી માં રાત્રિના પાનના ગલ્લે આજ વિસ્તારમાં રહેતા યુવાનો એકઠા થયા હતા અને મસ્તી મસ્તીમાં યુવાનો ઝઘડા સુધી પહોંચી ગયા હતા અને પાંચ યુવકોએ થઈ યુવાનને ને છરી અને ધોકાનો ઘા કરતા સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત યુવાનનુ મોત નિપજ્યું છે હાલ પોલીસે પાંચ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
હળવદ જીઆઇડીસી વિસ્તારમાં રહેતા અવેશભાઈ ઝંગીયા ઉ.20 મોડી સાંજે આજ વિસ્તારમાં આવેલ આરીફ ની દુકાને ગયા હતા તે અરસામાં આરોપીઓ અને મૃતક યુવાન મસ્તી-મસ્તીમાં ઉગ્ર બની ગયા હતા જેમાં અવેશને આરોપી હેદર મોવર,આરીફ જામ,કાસમ કાઝડીયા,ગફુર કાઝડીયા,અબ્દુલ કાઝડીયા સહિત પાચેય એક સંપ કરી ફરી અને ધોકા વડે માર મારતા ઇજાગ્રસ્ત યુવાનને પ્રથમ હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો ત્યાંથી વધુ સારવાર માટે લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે વચ્ચે જ યુવાને દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો છે આ બનાવને પગલે પોલીસનો કાફલો હળવદ જીઆઈડીસીમાં દોડી આવ્યો હતો મોડી રાતે ડીવાયએસપી રાધિકા ભારાઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ હળવદ દોડી આવ્યા હતા સાથે પોલીસ દ્વારા રાત્રિના સમયે જ આરોપીઓને રાઉન્ડ અપ કરી લીધા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે