“હળવદમાં આવવાની ના નથી પાડી” કહી પત્નિના પિતરાઇ કાકા અને ભાઇએ મારી નાખવાની ધમકી આપી
અબતક, હળવદ
હળવદમાં સતવારા સમાજની વાડી પાસે લવ મેરેજ કરેલા બનેવીને સાળા અને સાળાના પિતરાઇ કાકાએ “હળવદમાં આવવાની ના નથી પાડી” કહી ધોકા વડે માર મારી મારી નાખવાની ધમકી દિધાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. પગમાં ફેક્ચર અને ઇજા થતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
આ અંગે પોલીસમાંથી મળતી વિગત મુજબ સતવારા સમાજની વાડીએ ખારીવાડી રામનગરમાં રહેતા આસારામભાઇ સોંડાભાઇ ચાવડાને ધોકા વડે બે શખ્સોએ ઇજા કરતા યુવકને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતા હળવદ પોલીસના એ.એસ.આઇ. આર.એમ.ઝાલાની પૂછપરછ દરમિયાન આસારામભાઇએ અગિયા મહિના પહેલા લવમેરેજ કરેલા હતા. જેનો ખાર રાખી પત્નિના ભાઇ પ્રભાત ઉર્ફ ટેગો લક્ષ્મણભાઇ સુરેલા અને ખારીવાડી પીરની દરગાહ પાસે રહેતો પત્નિનો પિતરાઇ કાકા ભરત ઘનશ્યામભાઇ સુરેલા ધોકા વડે હુમલો કરી “હળવદમાં આવવાની ના નથી પાડી” કહી મારી નાખવાની ધમકી દીધાનું આસારામભાઇએ ફરિયાદમાં જણાવતા હળવદ પોલીસે બંને વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ ચાલુ કરી છે.