ખાનગી કંપનીઓ માનવતા ભૂલી
ઘરના સત્યની ગેરહાજરીથી કપરા સમયમાં પરિવારોની હાલત કફોડી: તંત્ર સમક્ષ પરિવારોની ન્યાય આપવાની માંગ
હાલારમાં આવેલી અનેક કં૫નીઓ પૈકી કેટલીક કંપનીઓ દ્વારા લાચાર કર્મચારીની મજબૂરીનો લાભ લઇ તેમની સાથે બેવડા ધોરણો અપનાવવાની કર્મચારીઓના પરિવારની સ્થિતિ કફોડી બની છે. સંખ્યા બંધ કર્મચારીઓને ચાર માસથી વેતન આપવામાં આવ્યુ ન હોય છતા તેઓના ઘરે જવા દેવામાં આવતા નથી. આ સ્થિતિમાં પરિવારની પરવરિશ ચણાવવા માટે એક સાંધે ત્યાં તેર તુટે જેવી સ્થિતિ સર્જાય છે. ખંભાલિયાથી જામનગર તથા દ્વારકા વિસ્તારમાં અનેક નાની મોટી કંપનીઓ કાર્યરત છે.
કં૫નીઓ દ્વારા મોટાભાગના કામો કોન્ટ્રાકટ પધ્ધતિથી જ કરાવવામાં આવે છે. ત્યારે કેટલાક કંપનીના મેનેજમેન્ટ દ્વારા લુચ્ચાઇ ભરી નિતિ અખત્યાર કરવામાં આવે છે. જેમાં કોન્ટ્રાકટ હેઠળ કામ કરતા પેટા કર્મચારીઓને હાલના સંજોગમાં અન્ય કયાંય રોજગારી ન મળવાથી આવા લાચાર અને મજબૂર કર્મચારીઓનું રોષણ કરવામાં આવે છે.
જે મુજબ આવા મેનેજમેન્ટ દ્વારા સંખ્યાબંધ કર્મચારીઓને ચાર માસથી વતેન આપવામાં આવતૃ નથી કે નથી તેઓને છુટા કરવામાં આવતા નથી ઉપરાંત આવા કર્મચારીઓ ને ચાર ચાર માસથી કંપની બહાર ઘરે કે કયાંય પણ જવા સામે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે જેથી કર્મચારીઓના નાના-મોટા સંતોનો કે પત્ની મળવા આવે ે તો દુર દુરથી વાત કરી રવાના કરી દેવામાં આવે છે જયારે કંપનીના કામો દરમ્યાન બાજુ બાજુમાં રહીને કામ કરવાનુ થાય છે. પરસ્પર સાથે રહી વાત ચિત કરવાથી થાય છે.
મેનેજમેન્ટના આવા બેવડા ધોરણથી લાચાર કર્મચારી વિવશ બન્યા છે. ચાર ચાર માસથી ઘરના મોલી ઘરે ના હોય તેના બદલામાં આમદાની મળવી જોઇએ જયારે ઘરે મોભી પણ ગેર હાજર અને આમદાની પણ બંધ આવા સંજોગોમાં મહિલાઓ પરિવારની પરવરિશ કઇ રીતે ચલાવવી એક સાંધે ત્યા તેર તૃટે જેવી સ્થિતિ સર્જાઇ છે.