છરી અને ધોકા-પાઇપ વડે મારમારતા આંઠ સામે નોંધાતો ગુનો

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ મારા મારીના અનેક બનાવો બનવા પામ્યા છે ત્યારે ગઈકાલે ગુંદાવાડી ચોકમાં મોટી મારામારીની ઘટના બનવા પામી હતી જેમાં નજીવી હોર્ન વગાડવા જેવી બાબતે આઠ શખ્સોએ બે ભાઈઓને છરી અને ધોકા પાઇપ વડે માર મારતા તેઓને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ ભક્તિનગર પોલીસ સ્ટેશનને થતા પોલીસે 8 શખ્સો સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.

બનાવની મળતી વિગતો અનુસાર ગુંદાવાડી શેરી 14/4 માં રહેતા મેહુલભાઈ જસમતભાઈ ઝાપડાએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેનો નાનો ભાઈ ઉમેશ તેના મિત્ર તારે સાથે ગુંદાવાડી બજારમાં બાઈક ઉપર ગયો હતો ત્યારે ગુંદાવાડી ચોકમાં હોર્ન વગાડવા બાબતે તેની સાથે ધર્મેશ મેવાડા, ચિકો ભુપત મેવાડા,નિતીન ભુપત મેવાડા,મિતેશ મેવાડા,કિશન કંસારા અને બે અજાણ્યા શખ્સોએ હોન કેમ વગાડ્યું કહી બોલાચાલી કરી હતી ત્યારબાદ મેહુલભાઈ ગુંદાવાડી ચોકમાં આવી જતા તમામ શખ્સોએ બંને ભાઈઓને ધોકા પાઇપ અને છરી વડે માર મારતા બંને ને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હોલ પોલીસે આંઠ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.