પાટીદાર બાદ ગુજરાતમાં બ્રાહ્મણ અને રાજપૂતોમાં પણ અનામત મેળવવાની હોડ
હાલ જે રીતે મહારાષ્ટ્રમાં મરાઠા લોકોને અનામતનો જે લાભ આપવામાં આવ્યો તેેને લઇ ગુજરાતમાં પણ પાટીદારો બાદ રાજપૂત તથા બ્રાહ્મણ સમાજે પણ અનામતની માંગણી કરી છે ત્યારે પ્રશ્નએ ઉદ્ભવી થઇ રહ્યો છે કે શું ગુજરાતમાં પણ પાટીદાર, રાજપૂત કે પછી બ્રાહ્મણ સમાજને અનામત મળશે કે કેમ? ત્યારે જો આ મુદે વિશ્લેષણ કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં મરાઠી સમુદાય જેમાં મરાઠી બ્રાહ્મણ પણ હોય મરાઠી રાજપૂત પણ હોય તેમ છતાં એક જ સ્વર નીકળી આમચી મુંબઇ કહેતા હોય છે.
જેના પગલે કોઇ વિવિધ સમાજોને પણ એક મરાઠા સમુદાયને અનામતનો લાભ મળ્યો પરંતુ ગુજરાતમાં સ્થિતિ સાવ જ વિપરિત છે કારણ કે ગુજરાત રાજ્યમાં પાટીદારો હોય કે રાજપૂતો હોય કે પછી અન્ય કોઇ સમાજ હોય તેઓ જ્ઞાતિ આધારિત અનામતની માંગણી કરી રહ્યાં છે.
જેના કારણે અનામત મળવું ખૂબ જ મુશ્કેલ છે. અનામતની માંગણી કરતાં રાજપૂત સમુદાયે જણાવ્યું હતું કે ગુજરાતની વસ્તીમાં તેઓની વસ્તી માત્ર ૮%ની જ છે જેમ મહારાષ્ટ્રમાં મરાઠા લોકોની છે. તેઓની માંગ છે કે તેઓને ૮%નું અનામત આપવામાં આવે જ્યારે સમસ્ત ગુજરાત બ્રાહ્મણ સમાજે ઓબીસી કમિશનમાં પત્ર લખી સર્વે કરવાની પણ માંગ કરી હતી અને તેમને ઓબીસીમાં સમાવવા માટે અરજ પણ કરી હતી ગુજરાત બ્રાહ્મણ સમાજના અધ્યક્ષ યજ્ઞેશભાઇ દવેએ જણાવ્યું હતું.
કે ગુજરાત રાજ્યમાં ૬૦ લાખ બ્રાહ્મણો છે કે જે ગુજરાતની વસ્તીના ૯.૫% છે ગુજરાત રાજ્યમાં ૬૦ લાખમાંથી ૪૨ લાખ બ્રાહ્મણો આર્થિકરીતે ખૂબ જ નબળાં છે કે જેઓએ સરકારને સર્વે કરવા માંગ કરી અનામતનો લાભ આપવા રજૂઆત પણ કરી છે. જ્યારે રાજપૂત ગરાશિયા સમાજ સંગઠને ઓબીસી કમિશનના અધ્યક્ષ સુગ્નાબેન ભટ્ટને મળી લેખિત રજૂઆત કરી ઓબીસીમાં સ્થાન આપવા માટે અરજ પણ કરી હતી.
તેઓની માંગ છે કે રાજપૂત સમાજને કાર્યસ્થળ ઉપર તેમને તક આપવામાં નથી આવતી અને શૈક્ષણિક ક્ષેત્રે પણ તેમની અવગણના કરવામાં આવે જેના કારણે તેઓએ ખેતી આધારિત રહેવું પડે છે જ્યારે રાજપૂત સમાજની બહેનો પણ કમાવવાની સરખામણીમાં અન્ય સમાજની બહેનો કરતાં ખૂબ જ પાછળ છે આ તકે રાજપૂત સમાજે એમ પણ જણાવ્યું હતું કે ક્યાંય પણ બંધારણમાં ઉલ્લેખ કરવામાં નથી આવ્યો કે માત્ર ૫૦% અનામત આપવું જોઇએ.
આ તમામ મુદાઓને ધ્યાને લઇ એક વાત તો સ્પષ્ટ થાય છે કે ગુજરાત રાજ્યમાં વિવિધ સમાજને અનામત કઇ રીતે મળી શકે તે મુખ્ય પ્રશ્ન છે કારણ કે જે એક સ્વર કે પછી એક જૂટતા આવી જોઇએ તે નથી આવી જેની સરખામણીમાં મરાઠા લોકોનો એક જ સ્વર રહ્યો હતો જેથી તેઓએ અનામતનો લાભ મળ્યો જ્યારે ગુજરાતમાં અનામતનું કોયડો હજુ ગુંચવાયેલો પડ્યો છે.