પ્રવર્તમાન સ્થિતિમાં ગુજરાતમાં એમએસએમઈ ક્ષેત્રે ૫૮ લાખ લોકો ને મળી છે રોજગારી
ગુજરાત રાજ્યમાં આગામી સમયમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગો માં રોજગારીની વિપુલ તકો ઉભી થશે એમ.એસ.એમ.ઈ ક્ષેત્રના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આગામી બે વર્ષમાં રોજગારીની તકો ૧.૨૦ કરોડ સુધી પહોંચાડવા નો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી નારાયણ રાણેએ જણાવતાં કહ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં આ ક્ષેત્રે ખૂબ વધારો જોવા મળશે. લઘુ અને મધ્યમ ઉદ્યોગો માં જો વધારો થાય તો સામે રોજગારી ની તકો પણ ઉભી થશે અને રાજ્યનો વિકાસ પૂર્ણતઃ શક્ય થઈ શકશે.
ગુજરાત રાજ્યમાં હાલના તબક્કે એમએસએમઈ ક્ષેત્રમાં ૫૮ લાખ લોકો હાલ પોતાની રોજગારી નિભાવી રહ્યા છે. બીજી તરફ ભારતમાં ગુજરાત રાજ્ય પાસે સૌથી મોટી દરિયાઈ લાઈન હોવા છતાં જે કોયરનું ઉત્પાદન હોવું જોઈએ તે થઈ શકતું નથી ગુજરાતની સરખામણીમાં કેરાલા, તામિલનાડુ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં આ ક્ષેત્રમાં સૌથી વધુ ઉત્પાદન થઈ રહ્યું છે ત્યારે આગામી સમયમાં ગુજરાત રાજ્ય લઘુ અને મધ્યમ ઉદ્યોગો ના વિકાસ માટે કોયર ઉત્પાદન ના બે ક્લસ્ટર ને મંજૂરી આપી છે જેનો પ્રોજેક્ટ ખર્ચ આશરે 4.72 કરોડ જેટલો જોવા મળી રહ્યો છે.
કોરોનાની અસરના પગલે એમ.એસ.એમ.ઈ ક્ષેત્રને માઠી અસર નો સામનો કરવો પડ્યો છે ત્યારે જે થયેલા પ્રશ્નો છે તેને નિવારવા માટે એમ.એસ.એમ.ઈ કમિટી દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવશે અને આ ક્ષેત્રમાં પોતાનો ઉદ્યોગ સ્થાપિત કરવા માટે જે કંપની રસ દાખવતી હશે તેને પૂર્ણતઃ સપોર્ટ પણ કરાશે. ગુજરાત રાજ્ય માટે લઘુ અને મધ્યમ ઉદ્યોગ સૌથી મહત્વપૂર્ણ ભાગ ભજવી રહ્યું છે બીજી તરફ આ ઉદ્યોગના કારણે રાજ્યની અર્થ વ્યવસ્થા પણ સારી રીતે ચાલે છે ત્યારે સરકાર વધુને વધુ આ ક્ષેત્રને પ્રોત્સાહિત કરે તે દિશામાં હાલ તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે અને આવનારા સમયમાં આ ક્ષેત્રમાં રોજગારીની તકો બમણી થશે જેનો સીધો જ લાભ ગુજરાત રાજ્યની જનતાને મળી શકશે.