ગુરૂવારે રાજયમાં કોરોનાના 529 કેસ નોંધાયા: એકિટવ કેસનો આંક 2914એ આંબ્યો

ગુજરાતમાં જાણે કોરોનાની ચોથી લહેર શરુ  થઇ ગઇ હોય તેમ કોવીડના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ઉપરાંત રાજય સરકારના કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદી અને રાજકોટના સાંસદ  મોહનભાઇ કુંડારીયા કોરોનાના સંકજા સપાડાયા છે. હળવા લક્ષણો હોય હોમ આઇસોલેશન હેઠળ છે.

રાજયમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. કોરોનાના દૈનિક કેસનો આંક પ00 ને પાર થઇ ગયા છે. બુધવારે રાજયમાં કોરોનાના નવા 529 કેસ નોંધાયા હતા જેથી સામે 408 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા હતા. હાલ રાજયમાં કોવિડના 2914 એકિટવ કેસ જે પૈકી ર દર્દીઓ વેન્ટીલેટર પર છે.

બુધવારે અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં રર0 કેસ સુરત કોર્પોરેશનમાં 79 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 53 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 12 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 10 કેસ, જામનગર કોર્પોરેશનમાં 7 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં 4 કેસ, સુરત જીલ્લામાં ર0 કેસ, વલસાડમાં ર0 કેસ, કચ્છમાં 13 કેસ, નવસારીમાં 13 કેસ,  મહેસાણામાં 1ર કેસ, ભરુચમાં 10 કેસ, ગાંધીનગરમાં 8 કેસ, અમદાવાદ અને વડોદરા જીલ્લામાઁ 6-6 કેસ, આણંદ અને પાટણ જીલ્લામાં પાંચ-પાંચ કેસ, દાહોદ, પંચમહાલ અને સાબરકાંઠા જીલ્લામાં 3-3 કેસ, અમરેલી, પોરબંદર, સુરેન્દ્રનગર જીલ્લામાં 2-2 કેસ, ભાવનગર, ગીર સોમનાથ, જામનગર, ખેડા, અને રાજકોટ જીલ્લામાં 1-1 સહીત કુલ 529 નવા કેસ નોંધાયા હતા જેની સામે 408 દર્દીઓ કેશોનાને હરાવવામાં સફળ રહ્યા હતા. રાજયમાં કોરોનાથી બુધવારે એકપણ દર્દીનું મોત નિપજયું ન હતું. હાલ 2914 એકિટવ કેસ છે જે પૈકી બે દર્દીઓ વેન્ટીલેટર પર છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.