સેન્ટ્રલ આફ્રિકન દેશ નૈરોબીની રાજધાની કેન્યાનો બનાવ

સામાન્ય રીતે આફ્રિકામાં એશિયન બિઝનેસમેન લૂંટ દરમિયાન ગોળીએ વિંધાતા હોય છે. પરંતુ સેન્ટ્રલ આફ્રિકન દેશ કેન્યાની રાજધાની નૈરોબીમાં એશિયન અને ખાસ કરીને ગુજરાતી યુવા વેપારી બંટી શાહ ઉ.૩૨ની પોલીસેજ ગોળી મારી હત્યા કરી હતી આથી આફ્રિકાના એશિયન વેપારી મંડળમાં શોકની લાગણી ફેલાણી છે.

આફ્રિકામાં યુગાન્ડા દેશથી સરમુખત્યાર ઈદી અમીનના વખતથી એશિયનો પર અત્યાચાર અને લૂંટ, હિંસા વિગેરે શરૂ થયું હતુ. પરંતુ પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડી ગઈ જણાતી હતી. પરંતુ નૈરોબીનાં આ બનાવ પરથી જણાઈ રહ્યું છે કે ફરીથી વૈમનસ્ય શરૂ થઈ ગયું છે.

બંટી શાહના ઘરે ગઈકાલે રાતે ૩ વાગે નૈરોબી પોલીસે રેડ પાડી હતી. તેમને બાતમી હતી કે બંટીના ઘરે ગેરકાનૂની પ્રવૃત્તિ થાય છે. પોલીસે આને અનસ્પેસિફાઈડ સર્ચ ગણાવ્યું છે. રેડ દરમિયાન એક ઓફિસરે બંટીને છાતીમાં ગોળી મારી હતી. એક ઓફીસર પણ ઘાયલ થયો હતો.

બંટીને ગંભીર હાલતમાં નૈરોબીની એમ.પી. શાહ હોસ્પિટલમાં ઈમરજન્સી વોર્ડમાં ખસેડાયો હતો પરંતુ ફરજ પરનાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

અહી ખાસ ઉલ્લેખનીય છે કે બંટી શાહના પિતા વિપિન શાહનું ૧૨ વર્ષ પહેલા નિધન થયું હતુ. તેઓ મેટ્રેસના ટાયકૂન તરીકે ઓળખાતા હતા. નૈરોબીમાં મોમ્બાસા રોડ પર તેમની ખૂબજ મોટી ફેકટરી છે. બંટી શાહ હજુ છ માસ પહેલા જ એક સુંદર મજાના બાળકનો પિતા બન્યો હતો. ઘરમાં રેડ પડી ત્યારે તેમના વિધવા માતા, દાદી, પત્ની અને ૬ માસનો પુત્ર હતા.

બંટીના કાકા રીકુ શાહે કેન્યાના પત્રકારોને જણાવ્યું હતુ કે ઘરમા રેડ પડી ત્યારે શોરબકોરથી અડધી રાતે જાગી ગયેલો વંટી શું થયું તે જોવા ઉભો થયો હતો તે ભાગેડુ ન હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.