જવેલદીપ ઓર્નામેન્ટ શો મના ૧૧માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે નવા સાહસનો શુભારંભ: વિવિધ જવેલરીમાં ભારે ડીસ્કાઉન્ટ ઓફર
સોના-ચાંદીના આભુષણની બનાવટમાં રાજકોટ દુનિયાભરમાં આગવી નામના ધરાવે છે. જેથી દેશ-વિદેશથી રાજકોટ આવતા લોકો એક વખત રાજકોટની સોની બજારની અવશ્ય મુલાકાત લેતા હોય છે. રાજકોટની આ ક્ષેત્રની આગવી નામના માં વધારો કરવા ગુજરાતભરમાં સૌ પ્રથમ રોઝ ગોલ્ડ જવેલરીના ખાસ શો-રુમનો પ્રારંભ થયો છે.સોના, ચાંદી, ડાયમંડના આભૂષણના વેંચાણ ક્ષેત્રે આગવું નામ ધરાવતા જવેલદીપ ઓર્નામેનટના સંચાલકો દ્વારા તેમના શો રુમના ૧૧માં વર્ષમાં મંગળ પ્રવેશ નીમીતે આ નવા શો રુમનો પ્રારંભ કરાયો છે.શહેરના પેલેસ રોડ પર રાજશ્રૃંગી કોમ્પલેકસમાં આવેલા જવેલદીપ ઓર્નામેન્ટના શો રુમની સ્થાપનાને ૧૦ વર્ષ પૂર્ણ થઇને દશેરાને દિવસ ૧૧માં વર્ષમાં મંગળ પ્રવેશ થયો છે. આ પ્રસંગે શો રુમ માલીક અમિતભાઇ પારેલીયા દ્વારા ગુજરાતભરમાં સૌ પ્રથમ વખત રોઝ ગોલ્ડ જવેલરીના શોરુમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે ત્રણ દિવસ સુધી શો રુમમાં આવનારા ગ્રાહકો, મિત્રવર્તુળ માટે ભારે ડીસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે જેથી આ અનોખા આકર્ષક આભુષણોને ખરીદવા રોઝ ગોલ્ડ જવેલરીના ચાહકો મોટી સંખ્યામાં આ શો રુમ પર ઉમટી પડી રહ્યા છે.
જવેલદીપ ઓર્નામેન્ટઠના માલીક રાજુભાઇ પારેલીયાએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે રોઝ ગોલ્ડ જવેલરી એટલે જે રીયલ ડાયમંડ ની જવેલરી બહુ મોંધી હોય જે ૧ લાખમાં બને છે તેવી જ રોઝ ગોલ્ડમાં ૩૦ થી પપ હજારમાં બને છે. જે લોકોને રીયલ ડાયમંડનો શોખ પુરો કરી શકે છે.
રોજ ગોલ્ડ ૧૮ કેરેટ ગોલ્ડમાથી બને છે. અને ખાસ તો ૧૮ કેરેટ ના ભાવથી વેચવા તથા લેવામાં આવે છે. ફકત મજુરીનો ચાર્જ જ વસુલવામાં આવે છે. અત્યારના યંગ જનરેશનમાં બહુ પ્રચલીત છે અને ખુબ જ અવનવી ડીઝાઇનમાં બને છે.
જેમાં ડોકીયા જે ૧ ટાઇમ ૧ પીસનો રીપીટ થી બનાવીએ છીએ અને અનેક ડીઝાઇન મા ઉપલબ્ધ છે અને ગુજરાતમાં પહેલીવાર આપણે લઇને આવ્યા છે એ ગુજરાતમાં આપણો એક માત્ર શોરુમ રોઝ ગોલ્ડનો છે એ જવેલદીપ જવેલર્સ છે.