પારકી જણીને ત્રાસ આપવાના કેસ ૨૦૧૬માં ૮૬ નોંધાયેલા જે ૨૦૧૭માં વધીને અધધ ૬૫૬ થયા: ડાવરી પ્રોહિબિશન એકટની ઐસી તૈસી ?

શરમ શરમ રાજયમાં વહુને ત્રાસ અને દહેજની માંગના કિસ્સા ૬ ગણા વધ્યા છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડસ બ્યૂરોનાં રીપોર્ટ અનુસાર મહિલાઓ પર અત્યાચારના ગુનામાં કુલ ૨૯ રાજયોમાંથી ગુજરાતનો ક્રમ ૨૦૧૬માં ૧૫મો છે. ટૂંકમાં ગુજરાતમાં વહુને દીકરી નહી પણ ‘પારકી જણી’ સમજીને તેની સાથે ઓરમાર્યું વર્તન કરવામાં આવે છે. બધા જ ઘરોમાં નહી પરંતુ કેટલાક ઘરોમાં વહુને મારકૂટ, મેણાટોણા, અસભ્ય વર્તન, અતિશય કામ કરાવવું અને કરિયાવર ઓછો લાવી છો, હવે માવતરે જઈને વધુ દહેજ લઈ આવ તે મામલે ત્રાસ આપવાના કિસ્સાઓમાં ૧-૨ નહી બલ્કે ૬ ગણો વધારો થવા પામ્યો છે. આ ગુજરાત જેવા ‘વેપારી રાજય’ માટે શરમની વાત કહેવાય.

સી.આઈ.ડી. ક્રાઈમના સૂત્રોએ જણાવ્યું કે હમણા હમણા ગુજરાતમાં પુત્રવધુને ત્રાસ, મારકૂટ અને દહેજ મામલે હેરાનગતિના કિસ્સામાં અકલ્પનીય ઉછાળો આવ્યો છે. મહિલાઓ, તરફથી નોંધાતી મોટાભાગની ફરિયાદો દહેજવિરોધી હોય છે. આ ઈશ્યુ માટે અમે ‘ફેંડસ ઓફ વીમેન એન્ડ ચીલ્ડરન’ નામનો પ્રોગ્રામ લોંચ કર્યો છે. આવા કેસમાં પીડીત મહિલાઓને ન્યાય અપાવવા પોલીસને પણ ખાસ તાલીમ આપવામાં આવી છે.

આવા કેસ નોંધવામાં, તપાસ કરવામાં કોઈ પ્રકારે વિલંબ ન થાય તેવી ખાસ તાકીદ કરવામાં આવી છે.દહેજને લગતા કેસ ૨૦૧૬માં પોલીસ ચોપડે માત્ર ૮૬ નોંધાયા હતા જે ૨૦૧૭માં ૬ ગણા વધીને ૬૫૬ થયા છે! જો કે દહેજને લઈને વહુને મારી નાખવાના કેસમાં ઘટાડો નોંધાયો છે. તે એક સારી વાત છે. આવા કેસમાં ૨૭% નો ઘટાડો નોંધાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.