જયોતિષ રાજુભાઈ પારેખની ભવિષ્યવાણી: ગુજરાતમાં ભાજપને ૧૪૧ થી ૧૫૯ બેઠકો મળવાની ભવિષ્યવાણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે જયોતિષોએ પણ ભાજપ તરફી વરતારો આપ્યો છે. રાજકોટના જાણીતા જયોતિષ રાજુભાઈ પારેખની અગમવાણી મુજબ ગુજરાત ઉપરાંત હિમાચલમાં પણ ભાજપને સ્પષ્ટ બહુમતી મળશે. વિજયભાઈ રૂપાણી ૧૫ થી ૨૪ હજાર મતોથી વિજેતા બનશે.

જૈન જયોતિષી રાજુભાઈ પારેખના જણાવ્યા અનુસાર વિજયભાઈની જન્મતારીખ ૨/૮/૧૯૫૬ના રોજની ચંદ્રકુંડલી તથા ગુજરાત રાજયની સ્થાપના તારીખ ૧ મે ૧૯૬૦ના ચંદ્રકુંડલી પ્રમાણે વિજયભાઈની કુંડલીમાં ચંદ્રકનું ઉચ્ચનો ચંદ્ર કેતુ સાથે પડયો હોવાથી ૫૮ થી ૬૦ વર્ષથી રાજયોગ બતાવે છે. જેથી તેમને ૬૦માં વર્ષે જ ધારાસભા ચૂંટણી લડવા મળેલી. ઉપરાંત તેના સાતમાં પ્રતિસ્પર્ધી સ્થાનમાં રાહુ શનિ પડયા હોવાથી તથા કર્મસ્થાનમાં મંગળ પડયો હોવાથી ત્યાં શનત્થા મંગળ જે માથાભારે ગ્રહનો પરિવર્તન યોગ થયો હોવાથી આ બે ગ્રહો તથા રાહુ તેમને સતા અપાવી છે. મંગળ ગ્રહ દરબાર તથા પટેલોનો ગ્રહ થાય છે. જેથી પટેલોના આંદોલન થયા તેથી તેઓ મુખ્યમંત્રી બન્યા હતા. શનિ ગ્રહા દલિતોનો ગ્રહ છે. આ વખતે તેમણે પૂર્ણ બહુમતી મળે તેવું ગ્રહો જોતા લાગે છે.

વિજયભાઈનું કુંડલી સામાન્ય હોવા છતાં આવા મંગળ ગ્રહ ૭માં સ્થાન તથા ૧૦માં રાજકારણ સ્થાનમાં પરિવર્તન યોગોને લીધે આવા આંદોલનો દ્વારા તેમને ફરીથી સતા મળે તેવું ગ્રહો જોતા જણાય છે. જયારે લગ્નમાં એટલે વિજયભાઈના પોતાના સ્થાનમાં ચંદ્રકેતુ અચાનક જ ફરીથી સતા મળે તેવું ગ્રહ જોતા લાગે છે. વિજયભાઈની રાશી શુક્ર પ્રધાન હોવાથી ત્યાં ઉચ્ચનો ચંદ્ર ગ્રહ પડયો હોવાથી ૧૫ થી ૨૪ હજારની બહુમતી તેઓ જીતી જાય તેવા ગ્રહો છે ? જયારે ભારતીય જનતા પાર્ટીને ૧૪૧ થી ૧૫૯ સીટો મળે તેવું ગ્રહો જોતા લાગે છે.

હિમાચલ પ્રદેશ

૨૫મીએ ૧૯૭૧ની હિમાચલ પ્રદેશની કુંડલી પ્રમાણે તેની કુંડલી ક્ધયા લગ્ન અને ધન રાશીની છે. જયારે તેની કુંડલીમાં ચોથા સ્થાનમાં ધનરાશીનો શનિ જન્મકાલીન ચંદ્રમાં જે રાજય સિંહાસન સ્થાનમાં ચંદ્ર ઉપરનું ભ્રમણ સતા પરીવર્તન યોગો દેખાય છે. આ ઉપરાંત તુલા રાશીનો ગુ‚ તથા ધન રાશીનો શનિ દશમાં સ્થાનમાં રાજકારણ સ્થાનમાં દ્રષ્ટી કરતા હોવાથી ત્યાં પણ સતા પરિવર્તન થાય અને ભાજપને બહુમતી મળે તેવા યોગ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.