ગુજરાતમાં રૂ. 50,013 કરોડના ખર્ચે 84 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓ છેલ્લા ત્રણ વર્ષમાં પૂર્ણ
રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીના સવાલનો રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રીએ જવાબ આપ્યો
ગુજરાતમાં વર્ષ 2022-23 દરમિયાન રૂ. 3,193.53 કરોડના ખર્ચે 15 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓ ભારત સરકારના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા મંજૂર અથવા સ્વીકૃત કરવામાં આવી છે અથવા મંજૂરી હેઠળ છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન, કુલ રૂ. 50,013 કરોડના ખર્ચે અને કુલ 2077.46 કિલોમીટરની લંબાઇને આવરી લેતી 84 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓની સાથે નદી ઉપરના પૂલ, નાના અને મોટા પૂલ અને બ્લેક સ્પોટ રેટીફિકેશન પ્રોજેક્ટ જેવા 15 પ્રોજેક્ટો પૂર્ણ કરવામાં આવ્યા છે અથવા નિર્માણ હેઠળ છે અથવા તો તેના કામ આપી દેવામાં આવ્યા છે.
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન જે. ગડકરીએ 15 માર્ચ 2023ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતાં આ માહિતી આપી હતી. નથવાણીએ ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં પૂર્ણ થયેલા/નિર્માણ હેઠળના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટની કુલ લંબાઈ અને ખર્ચનો સમાવેશ સાથેની વિગતો ઉપલબ્ધ કરાવવા વિનંતી કરી હતી. તેમણે આગામી ત્રણથી પાંચ વર્ષ માટે ગુજરાત રાજ્ય માટે મંજૂર કરાયેલા નવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સ (આયોજિત રોકાણો સહિત) વિશેની વિગતો પણ માંગી હતી.
પ્રત્યુત્તરમાં આગામી ત્રણથી પાંચ વર્ષ માટે પ્રસ્તાવિત યોજનાઓ પરના પ્રશ્નના સંદર્ભમાં મંત્રીશ્રીએ જવાબ આપ્યો કે રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો વિકાસ અને જાળવણી એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. ડીપીઆર, ટ્રાફિકનું પ્રમાણ, અગ્રતાક્રમ અને સંસાધનોની ઉપલબ્ધતાના આધારે ક્રમિક વર્ષોમાં હાથ ધરવામાં આવનાર યોજનાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે. મંત્રીએ એમ કહીને પ્રશ્નનો ઉત્તર પૂર્ણ કર્યો હતો કે આગામી ત્રણથી પાંચ વર્ષ માટે કોઈ યોજનાને મંજૂરી આપવામાં આવી નથી.
આગામી સમયની મહત્વની યોજનાઓમાં સાબરમતી નદી પર 820 કરોડના ખર્ચે ફોર લેન એલિવેટેડ કોરિડોર, શાસ્ત્રી બ્રિજ સહિત સાબરમતી નદી પર રૂ. 68.42 કરોડના ખર્ચે વધારાનો ફોર લેન બ્રિજ અને તેના એપ્રોચીસ એનએચ – 68ના પાટણ-ગોઝારિયા વિભાગના કુલ 76.94 કિમી લંબાઈના માર્ગનું રૂ. 1181.34 કરોડના ખર્ચે અપગ્રેડેશન એનએચ – 927ડી પર ધોરાજી-જામકંડોરણા-કાલાવડ સેક્શનના કુલ 58.115 કિમી લંબાઈના માર્ગને પહોળો કરવા તથા તેનું મજબૂતીકરણ કરવા માટે રૂ. 246.6 કરોડના ખર્ચે થશે