ગુજરાતી વિધાનસભાની ચૂંટણીનો જંગ જામી રહ્યો છે ત્યારે ગઈકાલે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે મોટા ભાગની બેઠકો પર મુખ્ય હરી ભાજપ અને કોંગ્રેસ ની સાથે સાથે આમ આદમી પાર્ટી એ પણ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે ગઈકાલે પંજાબના મંત્રી કુલદીપ ધારી વાલે સૌરાષ્ટ્રની મુલાકાત લીધી હતી. ધારી વાલે ગુજરાતમાં પણ અરવિંદ કેજરીવાલ દિલ્હી અને પંજાબનો મોડલ અપનાવીને રાજ્યનો વિકાસ કરશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમણે ભાજપ અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે નિશાંત જાગતા જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી માત્ર નિવેદનો આપવા સિવાય કંઈ કરતા નથી
રાજકોટમાં ઇમપીરીલ પૈલેસમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પંજાબના સિનિયર કેબિનેટ મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલ પત્રકારોને મળ્યા હતા તેમણે જણાવ્યું હતું કે જો લોકો વાસ્તવિક વિકાસ જોવો હોય તો તે દિલ્હીની શાળા અને હોસ્પિટલ જુઓ, જ્યાં ‘તમને’ સુપ્રીમો કેજરીવાલ સરકારી હોસ્પિટલો અને શાળાઓ પ્રાઈવેટ હોસ્પિટલો અને શાળાઓ કરતાં પણ ખૂબ જ સારી રીતે ચલાવે છ. દિલ્હીમાં બાળકો પ્રાઈવેટ સ્કૂલો છોડી સરકારી સ્કૂલોમાં વ્યાપક પ્રમાણમાં એડમિશન લઈ રહ્યા છે , દિલ્હીના સરકારી સ્કૂલોના બાળકો આઈ.આઈ.ટી. જેવી પરીક્ષાઓમાં ખૂબ જ સારી રીતે સફળ થાય છે
દિલ્હીના સરકારી હોસ્પિટલોમાં ખૂબ સસ્તામાં આરોગ્ય ઉપલબ્ધ થયું છે ધારીવાલે કહ્યું હતું કે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો દિલ્હી અને પંજાબના મોડલ મુજબ સરકારનું સંચાલન કરવામાં આવશે અને લોકોને આરોગ્ય અને શિક્ષણની ઉચ્ચ કોટીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે ધારી વાલે પત્રકારો સમક્ષ ગુજરાતમાં આમ આદમી પાર્ટી ને વિચારધારા સાથે વધુમાં વધુ લોકો જોડાઈ રહ્યા છે તેવો વિશ્વાસ કર્યો હતો.