ગુજરાતનો દરિયો ડ્રગ્સ માટે બન્યો ટ્રાન્ઝિટ પોઇન્ટ
પ્રતિદિન 18.82 કરોડના ડ્રગ્સ પકડવામાં એટીએસની મહત્વની ભૂમિકા પરંતુ ઇન્ટર નેશનલ ડ્રગ્સ માફિયા અને ડ્રગ્સ માટે થતા પેમેન્ટના હવાલાકાંડને ભેદવામાં નિષ્ફળતા
કચ્છના જખૌના મધ દરિયામાં કોસ્ટ કાર્ડ અને એટીએસની ટીમ દ્વારા 200 રાઉન્ડ ચેતવણી ફાયરિંગ અને નવ રાઉન્ડ શુટ કરવા ફાયરિંગ કરી એક સાથે નવ પાકિસ્તાનીઓને રૂા.280 કરોડના 56 કિલો હેરોઇન સાથે ઝડપી લેવાની ઘટના ખરેખર હિન્દી ફિલ્મી દ્રશ્ય જેવી જણાય રહી છે.
ઇરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી ડ્રગ્સના ક્ધસાઇનમેન્ટ આવતા હોવાનો ઘટ્ટસ્ફોટ
પાકિસ્તાનની અલ હજ બોટમાં ડ્રગ્સનો જંગી જથ્થો ભારતમાં ઘુસાડવાની પાકિસ્તાનની નાપાક સાજીસને નિષ્ફળ બનાવવા કરાયેલા ફાયરિંગમાં ત્રણ પાકિસ્તાની ડ્રગ્સ પેડલરો ઘવાયા છે. ગુજરાતના દરિયાને ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાઓએ ટ્રાન્ઝિટ પોઇન્ટ બનાવ્યો હોય તેમ છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં 34458 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. પરંતુ ડ્રગ્સ માફિયા અત્યાર સુધીમાં સુરક્ષા તંત્રની પકડથી દુર રહ્યા છે.
ઇરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી ડ્રગ્સના ક્ધસાઇનમેન્ટ આવતા હોવાનો ઘટ્ટસ્ફોટ
તેમજ સુરક્ષા એજન્સી દ્વારા ડ્રગ્સનું પેમેન્ટ કંઇ રીતે હવાલાતી સુલટાવવામાં આવે છે તે અંગેની માહિતી બહાર લાવવામાં નિષ્ફળ રહ્યું છે. યુવા ધનને બરબાદીમાંથી બચાવવા નશીલા પદાર્થની હેરાફેરી પર રોક લાવવાની સાથે મુખ્ય સુત્રધારને પકડવા અને સ્થાનિક સ્તરે મદદ કરતા શખ્સોને ઝડપી લેવા જરૂરી બન્યું છે.
2017 થી 2022 સુધીમાં કોસ્ટગાર્ડ અને એટીએસની ટીમે 34454 કરોડના માદક પદાર્થનો જંગી જથ્થો ઝડપી લેવામાં સફળતા મળી છે. એટીએસની તપાસ દરમિયાન ઇરાન, અફિઘાનિસ્તાન અને પાકિસ્તાનથી આવતા ડ્રગ્સના ક્ધસાઇનમેન્ટ તેમજ નાની બોટ દ્વારા કચ્છના સિરક્રીક વિસ્તારમાં ડ્રગ્સના બીન વારસી પાર્સલ ફેંકી દેવામાં આવતા બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન હેરોઇન, ચરસ અને કોકીન જેવા નસીલા દ્રવ્યના પાર્સલ મળી આવ્યા છે. વિદેશ સ્થિત ડ્રગ્સ માફિયા દ્વારા કચ્છ, દ્વારકા અને પોરબંદરના દરિયા કિનારે માદક પદાર્થ ઘુસાડવાના અવાર નવાર પ્રયાસ થતા હોવાનું એટીએસની તપાસમાં બહાર આવ્યું છે.
તેમજ ડ્રગ્સનો જથ્થો ઉત્તર ભારતના રાજયમાં જતો હોવાનું પણ બહાર આવ્યું છે. ડ્રગ્સનું પેમેન્ટ દક્ષિણ ભારતના રાજયમાથી હવાલા મારફતે મોકલવામાં આવી રહ્યાનો ઘટ્ટસ્ફોટ થયો છે. પરંતુ હવાલા મોકલનાર અને સંભાળનાર અત્યાર સુધી સુરક્ષા તંત્રની પકડથી દુર રહેતા ડ્રગ્સ બેરોકટોક ભારતમાં આવતો જ રહેશે તેમ જાણકારો કહી રહ્યા છે.દરિયાઇ સુરક્ષા વધારવા માટે કોસ્ટ ગાર્ડ અને મરીન પોલીસ મથકને પેટ્રોલિંગ માટે નાની બોટ ફાળવવામાં આવી છે. પરંતુ મરીન પોલીસ દ્વારા હજી સુધી ડ્રગ્સના પેડલરોને કયારેય પકડયા નથી દેવભૂમિ દ્વારકાના એસઓજી સ્ટાફે ડ્રગ્સ સાથે મુંબઇના શખ્સને ઝડપી સલાયાના નામચીન દાણચોરોને પકડયા હતા તે તપાસમાં પણ બાકીનો ડ્રગ્સનો જથ્થો મોરબીના નવલખી પાસેથી પકડવામાં એટીએસની જ મદદ લેવી પડી હતી.
મુન્દ્રા ખાતેથી ઝડપાયેલા રૂા.21 હજાર કરોડના ડ્રગ્સ અંગેનો હવાલો હૈદરાબાદથી થયાનું બહાર આવ્યું છે. જ્યારે અફઘાનિસ્તાનથી આવેલા ક્ધટેનરના ગાંધીધામમાં કસ્ટમ દ્વારા એક સપ્તાહ પૂર્વે ક્યિરીંગ કરવામાં આવ્યું ત્યારે 315 કરોડનો ડ્રગ્સનો જથ્થો ડીઆરઆઇની ટીમ દ્વારા પકડવામાં આવ્યો હતો. આ પૈકીનો ડ્રગ્સનો કેટલોક જથ્થો પંજાબ પહોચી ગયાનું અને જીપ્સન પાવડરની આડમાં ડ્રગ્સ મગાવનાર પંજાબના ગોવિંદવાલના જોબનજીત બલવિંદરસિંધની ધરપકડ કરી ભૂજ ખાતે લાવી રિમાન્ડની માગણી કરવામાં આવતા દસ દિવસના રિમાન્ડ પર સોપવા હુકમ કરવામાં આવ્યો છે.જોબનજીતસિંધે અફઘાનિસ્તાનથી કંઇ રીતે ડ્રગ્સ મગાવ્યું અને તેનું પેમેન્ટ કંઇ રીતે થયું તે અંગેની એટીએસની ટીમ દ્વારા જીણવટભરી તપાસ ચાલી રહી છે.
બીજી તરફ જખૌ પાસેથી 280 કરોડના 56 કિલો ડ્રગ્સ સાથે ઝડપાયેલા નવ પાકિસ્તાની શખ્સો કોને ડીલીવરી કરવા આવ્યા હતા તે અંગે સુરક્ષા એજન્સી દ્વારા તપાસ ચાલી રહી છે.