રસીકરણ અભિયાનના એક વર્ષમાં ગુજરાતની ઐતિહાસિક સિઘ્ધી 16 ટકા હેલ્થ વર્કર ફ્રન્ટ લાઇન વર્કસેને પ્રિકોશન ડોઝ આપી દેવાયો
ભારતમાં કોરોનાની વેકિસન આપવાની કામગીરીનું ગઇકાલે આપવાની કામગીરીનું ગઇકાલે એક વર્ષ પૂર્ણ થયું છે. જે અંતર્ગત ગુજરાતમાં દર 100 વ્યકિતઓમાંથી 94 વ્યકિતઓને વેકિસનના બન્ને ડોઝ આપી દેવામાં આવ્યા છે. 15 થી 18 વર્ષના યુવાનોનું પણ 60 ટકા વેકિસનેશન થઇ ગયું છે. 16 ટકા હેલ્થ વર્કર અને ફ્રન્ટ લાઇન વર્કરોને પ્રિકોશન ડોઝ આપી દેવામાં આવ્યો છે.ગઇકાલે ભારતમાં કોવિડ રસીકરણને એક વર્ષ પુર્ણ થયું છે.
દેશમાં કોરોનાની રસીનું એક વર્ષ પુર્ણ થયું છે. અત્યાર સુધીમાં 157 કરોડથી વધુ નાગરીકોને કોરોનાની રસી આપવામાં આવી છે. અને આશરે 66 કરોડ લોકો સંપુર્ણ વેક્સિનેટ છે. તો 91 કરોડ લોકોને કોરોનાની રસીનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. વર્ષ 2021માં જાન્યુઆરી મહિનાની 16 તારીખે કોરોનાની રસી આપવાની શરૂઆત કરી હતી ત્યારથી લઇ સુધી કોરોનાની રસીનો આંક જોઇએ તો રોજના આશરે 43 લાખ ડોઝ લગાવવામાં આવ્યા છે.
જેમાં 76 કરોડ મહિલાઓને કોરોનાની રસી લગાવવામાં આવી, ગ્રામ્ય વિસ્તારોમાં 99 કરોડ ડોઝ આપવામાં આવ્યા, ટ્રાંસજેડર્સને આશરે 3 લાખ 69 હજારથી વધુ ડોઝ આપવામાં આવ્યા. જેમની પાસે કોઇ ઓળખપત્ર નથી તેવા આશરે 67 લાખ લોકોને રસી આપવામાં આવી, જેલમાં સજા કાપી રહેલા આશરે 6 લાખથી વધુ કેદીઓને રસી આપવામાં આવી છે. અને દેશને સુરક્ષીત રાખવાની જેને સિરે જવાબદારી છે તેવા ફ્રન્ટલાઇન વર્કર્સ, સ્વાથ્યકર્મી અને 60 વર્ષથી ઉપરના વડિલોને ત્રીજી લહેરને ધ્યાને રાખી બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત થઇ ગઇ છે.
ગુજરાત 9 કરોડ 46 લાખથી પણ વધુ ડોઝ અપાઈ ગયા છે. એટલે કે રસીકરણ પૂર્ણ થવાને આરે છે.
વેક્સીનેશનનો પ્રારંભ અલગ અલગ તબક્કામાં થયો. સૌ પ્રથમ 60 કે તેથી વધુ વયની ઉંમરના લોકોને, ત્યારબાદ 45 કે તેથી વધુની ઉંમરના લોકોને, ત્યારબાદ 18 કે તેથી વધુ વયનાં લોકો તેમજ 15 થી 18 વર્ષનાં યુવાનોને રસીકરણ કરવામાં આવ્યું. ગુજરાતમાં 18 વર્ષથી વધુની જનસંખ્યા 4 કરોડ 93 લાખ છે આજે એક વર્ષ પછી આપણે 4 કરોડ 80 લાખ એટલે કે 97.4% લોકોને પ્રથમ ડોઝ તેમજ 4 કરોડ 40 લાખ એટલે કે 94.4% લોકોને બીજો ડોઝ અપાઈ ગયો છે.
આજે 08 મહાનગરોમાં મહત્તમ લોકોને પહેલા ડોઝનું રસીકરણ થઇ ગયું છે તેમજ આજે સમગ્ર ગુજરાતમાં 100 માંથી 94 લોકો એવા છે કે જેમને વેક્સિનનાં બંને ડોઝ લઇ લીધા છે. 15 થી 18 વર્ષની ઉંમરના બાળકોને 21 લાખ 58 હજાર એટલે કે 60 % રસીનો પહેલો ડોઝ મળેલ છે.
ટ્રાઇબલ વિસ્તારમાં આજે 81 થી 95% રસીકરણ થઇ ગયું છે. પ્રીકોશન ડોઝની શરૂઆત થઇ ત્યારથી અત્યાર સુધીમાં 5 લાખ 18 હજાર એટલે કે 15% ડોઝ અપાઈ ચુક્યા છે. અંતે ગુજરાતમાં રસીકરણનાં 9 કરોડ 46 લાખ કરતા વધારે ડોઝ અપાઈ ચુક્યા છે.આરોગ્ય મંત્રી ઋષિકેષ પટેલે જણાવ્યું હતું કે, આ કોરોના રૂપી વાયરસનો પ્રતિકાર કરવામાં રસીકરણ જ અમોઘ શસ્ત્ર છે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા સતત માર્ગદર્શન હેઠળ કોરોના રસીકરણ માં ગુજરાત રાજ્યે રાષ્ટ્રભરમાં શ્રેષ્ઠ કામગીરી કરી છે. ગુજરાતમાં એક વર્ષમાં 9.46 કરોડ વેક્સિનનના ડોઝ લગાવવામાં આવ્યા છે. જેમાંથી 97.5 ટકા પ્રથમ ડોઝ, જ્યારે.95% જેટલા નાગરિકો ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. તાજેતરમાં જ 15 થી 18 ના તરુણો માટે શરૂ થયેલ રસીકરણ ની કામગીરીમાં પણ *60 ટકા* તરૂણોને કોરોનાની રસી આપીને ગુજરાત સમગ્ર દેશમાં મોખરે રહ્યું છે.સાથોસાથ 16 ટકા જેટલા હેલ્થ કેર અને ફ્રન્ટલાઈનવર્કર્સને પ્રિકોશન ડોઝ પણ આપવામાં આવ્યા છે.