૧૦૨૫ ડ્રગ્સ લેતા લોકોને એઈડસનું વધુ જોખમ
રાજયમાં ૨૩,૬૯૭ પુરૂષો સમલીંગી સેકસ માણવાનું પસંદ કરે છે, તો માત્ર ૨૨,૭૩૩ પુરૂષો જ મહિલાઓ સાથે શારીરીક સંબંધો બાંધે છે…
ગુજરાત એઈડસ કંટ્રોલ સોસાયટીના સર્વે મુજબ રાજયમાં મહિલા સેકસ વર્કર કરતા પૂરૂષો સાથે સેકસ માણવાનું પસંદ કરતા પુરૂષોનુ પ્રમાણ વધુ છે. સોસીયો ઈકોનોમીક રિવ્યુ પ્રમાણે આ પ્રકારનાં પુ‚ષોમાં એઈડસનું જોખમ વધુ હોય છે. ગુજરાતમાં ૨.૯૦ લાખ લોકો એઈડ્સગ્રસ્ત છે.જેમાં મોટાભાગનાં કેસોમાં પુરૂષોની બેદરકારી જવાબાદાર હોય છે. ૨૩,૬૯૭ પુરૂષો પુરૂષ સાથે સેકસ માણે છે. અને માત્ર ૨૨,૭૩૩ પુરૂષો જ મહિલાઓ સાથે શારીરીક સંબંધો ધરાવે છે.
જેમાંથી ૬.૪૪ લાખને એઈડસનું જોખમ છે. જેમાંથી ૯૧૭ લોકો દવાઓનાં ઈન્જેકશન લઈ રહ્યા છે. તો ૨૦૧૭માં તેનો આંકડો ૧૦૨૫ એ પહોચી ગયો હતો. ૧.૭૮ લાખ સ્થળાંતરો અને ૪.૧૯ લાખ લોકો ટ્રકર્સ છે. ત્યારે સૌથી વધુ જોખમમાં પૂરૂષોની બેદરકારીને કારણે સર્જાય છે.