3પ પૈકી 31 બેઠકો બીનહરીફ થયા બાદ સુરેન્દ્રનગર, નવસારી અને ગાંધીનગરની બે બેઠકો પર ભાજપના ઉમેદવાર જીત્યા

ધી ગુજરાત સ્ટેટ કો. ઓપરેટીવ હાઉસીંગ ફાઇનાન્સ કોર્પોરેશન લીમીટેડની ચુંટણીમાં ભાજપને અભૂતપૂર્વ સફળતા સાંપડી છે. કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા છે. 35 બેઠકો પૈકી 31 બેઠકો અગાઉ જ બીન હરીફ જાહેર થયા બાદ નવસારીની એક, સુરેન્દ્રનગરની એક અને ગાંધીનગરની બે બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં પણ ભાજપના ચારેય ઉમેદવારોની જીત થવા પામી છે.

ચુંટણીમાં ભાજપના ઉમેદવારા વાડીભાઇ પટેલ, ડોલરરાય કોટેચા, મહેશભાઇ પટેલ, જગદીશભાઇ પટેલ, દેવરાજભાઇ ચીખલીયા, ઘનશ્યામભાઇ પટેલ, હરેશભાઇ દેસાઇ, કૌશિકભાઇ વેકરીયા, સુભાષભાઇ જોષી, પોપટલાલ પટેલ, સરગમભાઇ ગુપ્તા, અશોકભાઇ નાયક, ગોરધનભાઇ પટેલ, યોગરાજસિંહ જાડેજા, સુરેશભાઇ થાનકી, જીગ્નેશભાઇ સેવક, હરીશભાઇ માળી, હસમુખભાઇ પટેલ, અરવિંદભાઇ ઠકકર, નટવરલાલ વારડે, લલીતકુમાર પટેલ, જૈવલ ભટ્ટ, કામરાજભાઇ શાહ, અરવિંદભાઇ નાયક, સતીષભાઇ પટેલ, મહેન્દ્રભાઇ પટેલ, દિપ્તી સોની, હેમાંશકુમાર શુકલ, હિંતતલાલ દામા, શૈલેષભાઇ પટેલ, અર્જુનસિંહ બારડ, કેશુભાઇ લાઠીયા, દિપકકુમાર પટેલ, જયંતિભાઇ લીખીયા, મંગળસિંહ પરમાર વિજયતા જાહેર થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.