પરપ્રાંતિય મજૂરનો આપઘાત: આશાપુરા ડેમમાંથી યુવકની લાશ મળી આવી
ગોંડલ શહેર અને પંથકમાં જાણે યમરાજાએ પડાવ નાખ્યા હોઈ તેમા વર્ષ 2023 ના પ્રથમ દિવસે ગોંડલ માં અપમૃત્યુના બે બનાવ બન્યા હતા, ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન પાછળ આવેલ વાડીમાંથી પરપ્રાંતીય યુવકે ઝાડ સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું તો બીજા બનાવ માં આશાપુરા ડેમ માંથી એક યુવકની પાણી માં તરતી લાશ મળી આવી હતી
બન્ને ના મૃતદેહ ને નગરપાલિકા ની એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં પી.એમ. માટે ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલૂકા પોલીસ સ્ટેશન પાછળ રમેશભાઈ રૂપારેલિયાની વાડીમાં પરપ્રાંતીય મજૂર યુવાન નરેશ નાનશીંગ ગેડીયા (ઉ.વ. 20) (રહે. પીતોલ મધ્યપ્રદેશ) નામના યુવાને ઝાડ પર સુતરની દોરી વડે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટુકાવ્યું હતું.
મૃતક અપરણિત હતો તેના પરિવારમાં માતા પિતા અને પાંચ ભાઈઓ અને એક બહેન છે અગમ્ય કારણોસર યુવાને ગળાફાંસો ખાતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
આશાપુરા ડેમમાં યુવાન નો મૃતદેહ તરતો હોવાની ફાયર સ્ટેશનમાં જાણ થતાંજ તરવૈયા ની ટિમ આશાપુરા ડેમ ખાતે પહોંચી હતી અને પાણી માં તરતા અજાણ્યા યુવાનના મૃતદેહ બહાર કાઢી તેની ની ઓળખ મેળવવા ગોંડલ શહેર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા તે યુવાન ભાવેશ રમેશભાઈ અઘેરા (ઉ.વ. આશરે 35) રહે ગોંડલ, સંઘાણી શેરી વાળા હોવાનું બહાર આવ્યું હતું.