તાલુકાના ઉમવાડા ગામે ગાયનું મારણ કર્યું રાત્રે રસ્તા પર આટાફેરા કરતા દેખાયો
અબતક,
જીતેન્દ્ર આચાર્ય, ગોંડલ
દિવાળી બાદ શિયાળાની ઠંડીમાં ગોંડલ પંથકમાં સિંહની લટાર અચૂક દેખાતી હોય આ વખતે પણ સિંહ પરિવારે પરંપરા જાળવી તાલુકાના ત્રાકુડા, ગરનાળા, વેજાગામ થઈ ઉમવાડા ગામ પહોંચી ગાયનું મારણ કરતા વનવિભાગે તપાસ હાથ
ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાના ઉમવાડા ગામે રાત્રિના સિંહએ આંટાફેરા કર્યા બાદ ગાયનું મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપ્યો હતો બનાવના પગલે વનવિભાગને જાણ થતા કર્મચારીઓએ સિંહનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી હતી સિંહ ની હાજરી અંગે વનવિભાગના પ્રતિપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે સિંહનું લોકેશન સ્થિર મળી રહ્યું નથી તે અવિરત ચાલ્યા કરે છે તેથી જે જગ્યાએ સ્થિર થશે ત્યાં પાંજરું મુકી તેને પુરવા કાર્યવાહી હાથ ધરવામાં આવશે હાલ સિંહ ત્રાકુડા, ગરનાડા, વેજાગામ થઈ ઉમવાડા સુધી પહોંચી ગયો છે.