પ્રથમ વખત ચૂંટાયેલા ભરતસિંહ જાડેજાને મળ્યું કારોબારી અધ્યક્ષપદ
ગોંડલ નગરપાલિકાનાં પ્રમુખ બનેલાં શિતલબેન કોટડીયા નાં સાસુ મુકતાબેન ગત ટમમાં સદસ્યા રહી ચુક્યાં છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનાં ઉમેદવારી માટેનાં નવાં માપદંડને કારણે મુકતાબેન ની ટીકીટ કપાતા તેમનાં પુત્રવધુ શિતલબેનની પસંદગી થવાં પામી હતી. ચુંટણીમાં તેઓ બીનહરીફ ચુંટાયા હતાં.શિતલબેન ધો.દશ પાસ છે.ઉપ પ્રમુખ સંજીવ ધિણોજા સોની વેપારી છે.તથાં ધો. દશ પાસ છે. ગત ટર્મમાં તેઓ ચુંટણી હારી ચુકયાં હતાં. આ ચુંટણીમાં વિજેતા બન્યાં અને ઉપપ્રમુખ પદે આરૂઢ થયા છે. કારોબારી અધ્યક્ષ બનેલાં ભરતસિંહ (રુષીભાઇ)જાડેજા પ્રથમ વાર ચુંટણી લડી મહત્વનું પદ મેળવ્યું છે.તેમણે એલ એલ બી. સુધીનો અભ્યાસ કર્યો છે અને મેડીકલ એજન્સી સાથે જોડાયેલા છે.
ગોંડલની નગરપાલિકા 129 વર્ષ જૂની સ્થાપના રાજાશાહી સમયમાં થયેલી
સૌરાષ્ટ્રમાં ગોંડલ નગરપાલિકા પ્રથમ એવી ગણી શકાય કે જે 129 વષઁ જુની છે.મહારાજા સર ભગવતસિંહજી એ રાજાશાહી સમયમાં સાશન ને સુદ્રઢ બનાવવાં સને 1892 માં નગરપાલિકાની સ્થાપના કરી હતી. રજવાડાઓમાં આ આગવી પહેલ હતી. પ્રથમ પ્રમુખ તરીકે યુવરાજ ભોજરાજ સીહજી ત્યારબાદ શેઠ નુરમામદ આમદ અને બાદમાં યુવરાજ વિક્રમસિંહની વરણી કરાઇ હતી.રાજાશાહી નો અસ્ત થતાં લોકશાહી માં સરકાર દ્વારા પ્રમુખ તરીકે ચિમનભાઈ શાહ અને બાદ માં ડો.દેવશીભાઇ પટેલ ની નિમણુંક થવાં પામી હતી.1952 માં લોકશાહી ઢબે ચુંટણી થઇ હતી અને લોકો દવારા સદસ્યો ચુંટાયા હતાં. આજે યોજાયેલ ચુંટણી માં સ્થાપનાકાળ થી લઇ 36 માં પ્રમુખ તરીકે શિતલબેન કોટડીયા સતા આરુઢ બન્યાં છે.