ગોંડલનાં અક્ષરધામ સોસાયટીમાં રહેતા વૃધ્ધ દંપતીનાં કોરોના રિપોટઁ પોઝીટીવ આવતાં તંત્રમાં દોડધામ મચી જવાં પામી હતી. રાત્રીનાં આ દંપતિ ને રાજકોટ ખસેડાયાં છે. એસઆરપીનાં ત્રણ જવાનોને કોરોના પોઝીટીવ આવ્યાં બાદ ગોંડલમાં વધું બે વ્યક્તિનાં રિપોટઁ પોઝીટીવ આવતાં અમદાવાદથી કોરોના ગોંડલ પહોચ્યો છે.
પોઝીટીવ આવનાર દંપતી અમદાવાદ બાપુનગર સાળા રહેતા હોય ગોંડલથી સાળા ને ત્યાં અમદાવાદ ગયાં હતાં. લોકડાઉન દરમ્યાન એકાદ માસથી ત્યાંજ હતાં. ગુરુવાર સવારે અમદાવાદથી ગોંડલ આવતાં તેમને કોરોન્ટાઇન કરાયાં હતાં. દરમ્યાન તેમનો રિપોટઁ પોઝીટીવ આવ્યો છે. બે દિવસ દરમિયાન આ દંપતિ કોનાં કોનાં સંપર્ક માં આવ્યું તે અંગે પ્રશાસન દ્વારાં તપાસ હાથ ધરાઇ છે. ગોંડલમાં કોરોનાનાં પગપેસારાને લઇને નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા, ઉપપ્રમુખ અપઁણાબેન આચાર્ય દ્વારા લોકોને ઘરમાં રહીં સ્વંયમ શિસ્ત જાળવી લોકડાઉનનો કડક અમલ કરવા અપીલ કરી છે.
અમદાવાદથી ગોંડલ આવેલું કોરોના પોઝિટિવ વૃદ્ધ દંપતી સાથે બે દિવસ રીક્ષા મોટર સાયલકમાં સાથે ફરનાર ભગવતપરા ના રફીકભાઈ પિંજોરાને કોરન્ટાઇન કરાયા છે, આરોગ્ય વિભાગની ટીમ પ્રાંત કચેરી, મામલતદાર કચેરીના અધિકારીઓ તેમજ નગરપાલિકાના કર્મચારીઓએ રાતભર કામગીરી કરી હતી.