નારાયણી ફાર્મસીને સંલગ્ન ચિકિત્સાલયમાં સેવા આપતા ડો. પ્રભુદાસ તન્નાએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે છેલ્લા ૨૫ વર્ષથી ચલતા શ્રીજી ગૌશાળામાં ૧૮૬૫ જેટલી ગાયો છે. ગાયોના ગૌ મુત્રમાંથી અમે દવાઓ બનાવીએ છીએ રાજકોટ, ગોંડલ, જેતપૂર, મોરબી, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગરમાં આ શહેરમાં પંચગલા ચિકિત્સા વિનામૂલ્યે કરવામાં આવે છે. ગૌમુત્રમાંથી બનેલી દવાઓનો પણ ચાર્જ લેવામાં આવતો નથી.
છેલ્લા ૨૪ વર્ષમાં ૭ લાખ ૬૫ હજાર દર્દીઓની સારવાર કરવામાં આવી છે. કોઈપણ આડઅસર વગર દર્દીઓને સારા પરિણામ પ્રાપ્ત થયા છે. જેવા કે કેન્સર, કિડનીના દર્દીઓ ડાયાબીટીસ, ચામડીના રોગો દરેક પ્રકારના વા, અને બીજી અસાધ્ય બિમારીઓમાં પણ આ ચિકિત્સા થકી ખૂબ સારા પરિણામો પ્રાપ્ત થાય છે.
શ્રીજી ગૌશાળામાં ગૌમુત્રને આધિન દવાની સાથે સાથે ઘી, દુધ, તેમજ ગાયના ઘીમાંથી સિધ્ધ કરેલ અનેક પ્રકારના ઘી, નવ પ્રકારના ઘીનું પણ ઉત્પાદન કરવામાં આવે છે. જે દર્દીઓને ખૂબ સા પરિણામ આપે છે. નેચરોપેથી મુજબ અમે દર્દીઓની સમસ્યાને સમજી દર્દીઓ જે માનસીક આઘાતમાં જીવતા હોય છે. તેમને પ્રોઝીટીવ બનાવીએ છીએ ત્યારબાદ ખોરાક લેવાની પધ્ધતિ, જીવન જીવવાની પધ્ધતિ બધુ સુધારીએ છીએ.
રાજકોટમાં અમે મંગળવાર અને શુક્રવાર રાત્રે સાડા સાત વાગ્યે આ સારવાર આપીએ છીએ.