ઠેરઠેર ગંદકી, સ્ટ્રીટ લાઈટનો અભાવ સહિતના વિકાસથી ખીલાવડ ગામને વંચીત રખાયાના આક્ષેપો
ગીર ગઢડા તાલુકાના ખીલાવડ ગામે વીકાસ થી વંચિત રહેતા પાટીદાર સમાજના ખેની પરીવાર વર્ષોથી બીજેપી મા મતદાન કરતા હોય ત્યારે આ વખતે પંદર વર્ષ થી ખીલાવડ ગામનો વિકાસ ન થતા ખેની પરીવાર દ્વારા ગામ લોકો ને જાગૃત કરવામાં આવતા બીજેપી વીરુદ્ધ મતદાન કરવાના મુડમાં ગામ લોકો હોય તેવા એંધાણ ખીલાવડ ગામ મા પંદર વર્ષ થી વિકાસના કામો ન થતા ગામ લોકો બીજેપી ને હરાવવા મેદાને ઉતર્યા છે.
ઠેરઠેર ગંદકી તેમજ એક પણ સ્ટ્રીટ લાઈટ ની સુવિધા નહિવત કહી સકાય અત્યાર સુધી બીજેપી ની ગ્રામ પંચાયત પેનલ ને ચુંટાયેલા સરપંચ દ્વારા વિકાસ ન કરતા ગામ લોકો નીરાસ થતા બીજેપી ને મોટો ફટકો પડે તેવા એંધાણ ખીલાવડ ગામ મા વિકાસ ના કામો મા મોટો ભ્રષ્ટાચાર હોય તેવા પટેલ સમાજ ના ખેની પરીવાર ના આક્ષેપ સીડી બનાવી ને ગાંધીનગર વિકાસ કમિશનર ને અરજી કરવામાં આવી ૨૦૦૯ મા મનરેગા મા મોટો ભ્રષ્ટાચાર સરપંચ દ્વારા કરવામાં આવ્યો હોય તેવા ખેની પરીવાર ના આક્ષેપ કરાયા છે.