ગીર-સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા કામગીરીના ભાગરૂપે સરકારશ્રી દ્વારા દરેક વ્યક્તિઓએ જાહેરમાં ફરજીયાત માસ્ક પહેરવાની જાહેરાત કરેલ છે.

003 1

જે અન્વયે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં પણ આ સુચનાની અમલવારીનાં ભાગરૂપે તમામ લોકો ઘરની બહાર નિકળતી વખતે માસ્ક ફરજીયાત પહેરવાનું, મોઢું કપાડાથી ઢાંકવાનું નક્કી કરેલ છે.

004

જે કોઇ આ સુચનાનો ભંગ કરતા જોવા મળશે. તેમની પાસેથી નગરપાલિકા રૂા. ૧૦૦ નો વહીવટીચાર્જ વસુલ કરવામાં આવશે.

001 1

આજરોજ વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકાનાં ચીફ ઓફીસરશ્રી જતીન મહેતા સ્ટાફ સાથે મુખ્ય બજારમાં અને શાકમાર્કેટ વિસ્તારમાં ચેકીંગ હાથ ધરતા ૪૨ વ્યક્તિઓએ માસ્ક ન પહેરેલ હોય, તેમની પાસેથી રૂા. ૪૨૦૦ દંડ વસુલ કરવામાં આવેલ છે. તેમ નગરપાલિકાની એક યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.