કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં ત્રીજા તબક્કાનું લોકડાઉન અમલમાં છે. ગીર સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્રારા લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે. અને પોલીસ વિભાગ દ્રારા ગીર સોમનાથ જિલ્લામાં લોકડાઉનનો ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં આજે વધુ ૮ કોરોના વાયરસના પોઝીટીવ કેસ નોંધાયા છે. પોઝીટીવ કેસ નોંધાતા તંત્ર સર્તક થયું છે.

ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના વિરાટ નગરમાં અમદાવાદથી આવેલા યુવકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો. ત્યારબાદ તેના સંપર્કમાં આવેલા તેમના પરિવાર સહિત આઠના બ્લડ સેમ્પલ લેવાયા હતા. આઠેયના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તંત્ર સર્તક થયું.

કોડિનરમાં કોરોના વાયરસના કુલ ૪ કેસ નોંધાયા છે. જેમાં ૨-બાળક, ૧-પુરુષ અને ૧ મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે ગીરગઢડા તાલુકાના બોડીદર ગામે -૪ કેસ પોઝીટીવ નોંધાયેલ છે. જેમાં ૨-પુરુષ, ૧-મહિલા અને ૧-બાળકીનો સમાવેશ થાય છે.

ગીર સોમનાથ જિલ્લાના તાલુકા સુત્રાપાડા માથી ૬, કોડીનાર-૭, ગીરગઢડા-૬, વેરાવળ-૧૦, તાલાળા-૦૮ અને ઉના-૯, સિવિલ હોસ્પિટલના ૫ સહિત ૫૪ શંકાસ્પદ સેમ્પલ લેવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.