યુનિવર્સિટી પોલીસે બંને પક્ષની ફરિયાદ પરથી સામસામે ગુનો નોંધી બે મહિલા સહિત પાંચની કરી અટકાયત
જામનગર રોડ પર આવેલ ઘંટેશ્વર ગામમાં રહેતા બે પાડોશીઓ વચ્ચે ઘર નજીક ખેતીવાડીનો સામાન મુકવા બાબતે બોલાચાલી થતા બંને પક્ષો સામસામે આવી ગયા હતા અને ગાળો ભાડી મારામારી કરતા ત્રણ લોકોને ઈજા પહોંચી હતી બનાવની જાણ યુનિવર્સિટી પોલીસને થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ બંને પક્ષોની ફરિયાદ પરથી પોલીસે સામ સામે બે મહિલા સહિત પાંચ સામે ગુનો નોંધી અટકાયત કરી છે.
બનાવેલી વિગતો મુજબ ઘંટેશ્વર ગામે રહેતા રાવતભાઇ રાયધનભાઈ હુંબલે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતાના ઘરની પાસે રહેતા કુટુંબિક ભાઈ સુખાભાઈ હુંબલ અને વિક્રમભાઈ હુંબલએ તેમના સંયુક્ત પ્લોટ માં ખેતીવાડીનો સામાન બંને આરોપીએ મૂક્યો હતો જે બાબતે ફરિયાદીએ ના પાડતા બંને આરોપીઓએ ઉશ્કેરાય તેની સાથે બોલાચાલી કરી માર મારતા તેને માથાના ભાગમાં ઈજા પહોંચી હતી. બનાવની જાણ યુનિવર્સિટી પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને રાવતભાઇની ફરિયાદ પરથી બંને કુટુંબિક ભાઈઓ સામે મારામારીનો ગુનો નોંધી અટકાયત કરી છે.
જ્યારે પક્ષ વાળા સુખાભાઈ રાયધનભાઈ હુંબલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના ઘર સામે રહેતા તેના કુટુંબિક ભાઈ રાવત ભાઈ હુંબલે તેની જગ્યામાં ઘરની સામે ખેતીવાડીનો સામાન મૂક્યો હતો જે બાબતે તેને સમજાવવા છતાં રાવતભાઇ, મંજુબેન હુંબલ અને શીતલબેન હુંબલ નાઓ એ મળી ફરિયાદીને લાકડી વડે માર મારતા તેને ગંભીર રીતે ઈજા પહોંચી હતી બનાવની જાણ યુનિવર્સિટી પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે જઈ સુખાભાઈ ની ફરિયાદ પરથી બે મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધી તેમની અટકાયત કરી છે.