કામ ધંધા બાબતે અવાર નવાર ટપારતી માતાને મોતને ધાટ ઉતારતા માતા-પુત્રના સંબંધને લાંછન લગાવતી ધટના :ગણતરીના કલાલોમાં કપૂતને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
જનની જણતો કા દાતા કા શૂરવીર, નહિતર રેહજે વાંજણી મત ગુમાવીશ નૂર પંકિતને લાંછન લગાડતી ધટના શહેરના ભાગોળે માતા-પુત્રના સંબંધમાં લાંછન લગાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ઘંટેશ્વર વિસ્તારમાં રખડુ કપાતરે જનેતાને માથાના ભાગે બોથડ પદાર્થ મારી મોતને ધાટ ઉતાર્યાની ધટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાઇ છે. કામ ધંધા વિશે અવાર-નવાર ટપારતી માતાને ઉશ્કેરાયેલા પુત્રએ બોથડ પદાર્થનો ધા ઝીંકી મોતને ધાટ ઉતાર્યાનું જાણવા મળ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના ભાગોળે ધંટેશ્ર્વર વિસ્તારમાં પચીસ વાળીયામાં એકલી રહેતી જનેતા શેઠાણીબેન ઉપેન્દ્રભાઇ રાઠોડ નામના ૬૨ વર્ષના વૃઘ્ધાને તેના જ કપાતર પુત્ર પ્રકાશે માથાના ભાગે બોથડ પદાર્થના ધા મારી મોતને ધાટ ઉતારી નાસી ગયો હતો. તે દરમિયાન અલગ રહેતા પુત્ર અરવિંદ માતાના ઘરે આટો મારવા જતા માતાને લોહિયાળ હાલતમાં જોઇ જતા તેઓને સારવાર માટે હોસ્પિટલ લઇ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.
ધટનાની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઇ. કે.એ.વાળા સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી જઇ તપાસ હાથ ધરી હતી. પોલીસ પ્રાથમીક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક શેઠાણીબેન રાઠોડ અને પુત્ર પ્રકાશ બન્ને સાથે ધંટેશ્ર્વર પચીસ વારીયા કવાર્ટરમાં સાથે રહેતા હતા. જયારે વૃઘ્ધાના અન્ય બે પુત્રો મિથુનભાઇ અને અરવિંદભાઇ બન્ને અલગ રહેતા હતા.
ત્રીજા પુત્ર પ્રકાશના લાગી બાદ છુટાછેડા પણ થઇ ગયા હતા અને કોઇ કામ ધંધો ન કરતો હોવાથી માતાએ ઠપકો આપતા ઉશ્કેરાયેલા કપાતર પ્રકાશે માતાને માથામાં બોથડ પદાર્થના ઘા મારી ગંભીર ઇજાઓ કરી નાસી ગયો હતો. ત્યારબાદ શેઠાણીબેનનો બીજો પુત્ર અરવિંદ તેમના ઘરે આટો મારવા ગયો ત્યારે ધટના દરવાજા પાસે લોહિના ડાધા જોતા જ પૂત્ર ગભરાઇ ગયો હતો.
અરવિંદે ઘરમાં જાતા જ માતા લોહિયાળ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે શેઠાણીબેનને મૃત જાહેર કર્યા હતા. અરવિંદે આખરી પોતાના ભાઇ પ્રકાશને ઘરમાંથી ગભરાયેલી હાલતમાં રિક્ષામાં નાસતા જોઇ જતા અને ધટના બાદ પ્રકાશ જ ગાયબ હોય જેથી તેણે જ માતાને મોતને ધાટ ઉતાર્યાની દ્રઢ શંકાએ પોલીસે કપાતરની શોધખોળ હાથ ધરી છે.
માતા પુત્રના સંબંધને લાંછન લગાવતી ધટના શહેરમાં નોધાતા ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે તપાસનો ધમધમાત હાથ ધરી કપાતરની શોધખોળ હાથ ધરી છે.
ઉશ્કેરાયેલા કપૂત પ્રકાશે રાઠોડે માતા શેઠાણીબેન પર લાકડાના ધોકા વડે માથાના ભાગે ધા મારી મોતને ઘાટ ઉતારી નાશી ગયો હતો. જેને ગણતરીના કલાકોમાં જ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ એચ.એમ. ગઢવી, એસઓજી પીઆઇ આર.વાય.રાવલ ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળા, કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ ચુડાસમા સહિતના સ્ટાફે તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.