ત્રિકોણબાગ પર પૈસાની ઉઘરાણી મામલે બે શખસોએ યુવાનને ધોકાવ્યો
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી હોઈ અને ગુનેગારોને ખાખીનો થોડો પણ ખોફ ન રહ્યો હોઈ તેમ અવાર નવાર ખૂન અને મારામારીના બનાવો બની રહ્યા છે ત્યારે ગઈકાલે શહેરમાં બે સ્થળોએ મારા મારી ની ઘટના બની હતી જેમાં પ્રથમ જિલ્લા ગાર્ડન ચોકમાં રીક્ષા ની દલાલી બાબતે એક શખ્સે યુવાનને છરી ઝીંકી દેતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યારે બીજા બનાવમાં ત્રિકોણ બાગ પર ચા ની હોટલ પર ઉભેલા રિક્ષા ચાલકને બે શખસોએ રિક્ષા ડીટેઇનમાં આપેલા દંડ ના પૈસાની ઉઘરાણી કરવા બાબતે માર મારતા તેને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યારે બંને મામલે પોલીસે આરોપીઓ સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
પ્રથમ બનાવની વિગતો મુજબ જિલ્લા ગાર્ડન ચોકમાં રહેતા જીતુભાઈ માયાભાઈ ચૌહાણ પોતાની ફરિયાદમાં આરોપીમાં હિરેન કેશું પરમારનું નામ આપ્યું હતું. જેમાં તેને જણાવ્યું હતું કે, આજથી થોડા સમય પહેલા રીક્ષા માલિક ધનાભાઈ ની રિક્ષા હિરેનભાઈ ભરતભાઈ ને વહેચી આપી હતી . જેની દલાલી ના પૈસા લેવાના મુદ્દે હિરેને જીતુભાઈ ચૌહાણ સાથે બોલાચાલી કરી છરી ઝીંકી દેતા તેને સારવાર ઈજા પહોંચાડી ત્યાંથી નાસી ગયો હતો.આ ઘટનામાં જીતુભાઇ ઈજા પહોંચતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં.બનાવની જાણ એ ડિવિઝન પોલીસને થતા તેમને જીતુભાઇ ફરિયાદ પરથી હિરેન સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
જ્યારે બીજા બનાવોની વિગતો અનુસાર ભુમેશ્વર શેરી નંબર એકમાં રહેતા ગોપાલભાઈ લક્ષ્મીચંદ મોટવાણી નામના રીક્ષા ચાલક યુવાને પોતાની ફરિયાદમાં આરોપીમાં એજાજ અને તેનો ભાઈ ચીકીનું નામ આપ્યું હતું.જેમાં તેને જણાવ્યું હતું કે, હું ગઈકાલે ત્રીકોણબાગ પાસે ચાની હોટલની બાજુમાં જ્યાં બધી રીક્ષા ઓ ઊભી રહે છે ત્યા હુ મારી ઓટો રિક્ષા લઈને ઊભો હતો. ત્યારે એઝાઝ તથા તેનો ભાઈ ચકી બંને મારી પાસે આવેલ અને અગાઉ આ એઝાઝ ની રિક્ષા ડીટેન થયેલ હોય અને દંડ થયેલ હોય જે પેટેના રૂપિયા ની મારી પાસે માંગણી કરતા મે તેને તે રૂપિયા આપવાની ના પાડતા આ બંને ભાઈ ઉશકેરાય ગયેલા અને મારી સાથે બંને એ બોલાચાલી કરેલી અને આ એઝાઝએ લોખંડ નો પાઈપ લઈને આવેલો અને આ એઝાઝે અને તેના દ્વારા મને માર મારે જ્યારે તેના ભાઈ ચિકીએ મને ટીકા પાટુ નો માર મારી ત્યાંથી નાસી ગયા હતા જેથી મને ઈજા પહોંચતા મારા મિત્રોએ મને સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડ્યો હતો.જેથી પોલીસે તેમની ફરિયાદ પરથી એજાઝ અને તેના ભાઈ ચીકી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.