કુબલિયાપરામાં સામાન્ય બાબતે એક શખ્સે આધેડ પર છરી વડે કર્યો હુમલો

રાજકોટ શહેરના જુદા જુદા બે સ્થળોએ મારામારીના બનાવ સામે આવ્યા છે. જેમાં ગંજીવાળા વિસ્તારમાં ’તું કેમ છોકરીઓની છેડતી કરે છે?’ કહીને યુવાનને બેઠકના ભાગે શરીરનો કા શીખી દીધો હતો જ્યારે કુબલીયાપરામાં પણ સામાન્ય બાબતે એક શકશે આધેડને સાથળના ભાગે છરીનો ઘા મારતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ ગંજીવાડા વિસ્તારમાં રહેતા કૌશિક પ્રવીણભાઈ જાદવ નામના 19 વર્ષના યુવાનને નીતિન મજેઠીયા અને નીતિન મકવાણા નામના શખ્સોએ બેઠકના ભાગે છરીનો ઘા ઝીકી દેતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલના બીછાને રહેલા કૌશિક જાદવે જણાવ્યું હતું કે નીતિન મજેઠીયા અને નીતિન મકવાણા ગઈકાલે પોતાનું સ્કૂટર અટકાવી તું કેમ છોકરીઓની છેડતી કરે છે કહીને બેઠકના ભાગે છરીનો ઘા ઝીકી દીધો હતો. અગાઉ પણ આ બંને શખ્સોએ યુવાનને માર માર્યો હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું.

તો અન્ય બનાવમાં ગુબલીયાપરામાં સ્મશાન પાસે રહેતા અને શાકભાજીનો ધંધો કરતા વિજયભાઈ ભાલાભાઈ હળવદિયા નામના 45 વર્ષના આધેડને વહેલી સવારે ચાની હોટલ પાસે સાગર બચ્ચું નામના શખ્સે સાથળના ભાગે છરી ઝીકી દેતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિજયભાઈ હળવદિયા સાગરના જમાઈ ગગુને ભેગો રાખતા હોય જે બાબતનો ખાસ રાખી સાગરે છરી વડે હુમલો કર્યાનું પોલીસમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.