ગુજરાતએ ભારતનું એવું રાજ્ય છે કે જ્યાં દારૂબંધી લાગુ કરાયેલ છે પરંતુ ગુજરાતમાં છાશવારે દેશી તેમજ ઇંગલિશ દારૂ પકડવાના કેસ સામાન્યની જેમ થતા હોય છે ત્યારે ગુજરાત ભર માંથી ચાલુ વર્ષે ફક્ત 11 મહિનામાં પોલીસે દેશી વિદેશી મળીને 105 કરોડની કિંમતનો દારૂ પકડી પાડ્યો છે જેમાં 102 કરોડની કિંમતનો 15 થી 20 લાખ લીટર વિદેશી દારૂ અને ૩ કરોડની કિંમતનો 30 લાખ લિટર જેટલો દેશી દારૂ પકડી પાડેલ છે.
જો આ દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ વાહનો ને પણ ધ્યાનમાં લેવાય તો આ આંકડો બે અબજ ને પાર કરી જાય છે એટલે કે દારૂની હેરાફેરી માટે કુલ ઉપયોગમાં 186 કરોડના વાહનો તથા મુદ્દા માલ મળીને કુલ રૂપિયા 221 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
ચાલુ વર્ષે 1400 બુટલેગરને પાસા અને 1000 બુટલેગરને તડીપાર કરાયા
સ્ટેટ મોનિટરિંગ સેલે 9 નવેમ્બરે અસલાલીમાંથી દારૂની 8675 બોટલ ભરેલું ગોડાઉન ત્યારબાદ 24મી એ શામળાજી ચેકપોસ્ટ પાસેથી દારૂની 31,272 બોટલ ભરેલ કન્ટેનર અને 25મી એ બનાસકાંઠાના તલોદ પાસેથી 4,932 બોટલ ભરેલું ડમ્પર પકડ્યું હતું ફક્ત આ ત્રણ રેડને જ ગણીએ તો સ્ટેટ મોનિટરિંગ સેલે નવેમ્બર મહિનામાં 45,000 થી વધુ બોટલનો દારૂ પકડ્યો છે.