દાંતાના જોધસર ગામે દારૂના નશામાં ઝડપાયેલા શિક્ષક સસ્પેન્ડ
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું
ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાંય પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા બે શિક્ષકો દારૂનાં નશામાં બાળકોનાં શિક્ષણનો પાયો મજબૂત કરતા હોવાનું વિડિઓ સોશીયલ મિડીયામાં વાઈરલ થયુ હતુ તાલુકા શિક્ષણ વિભાગે ઘટના સ્થળે પહોંચી ગ્રામજનોના જવાબ અંગેની કાર્યવાહી કરી શિક્ષક સામે શિક્ષાત્મક પગલાં લેવાની કાર્યવાહી કરતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામી હતી
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અંતરિયાળ વિસ્તારમાં આવેલી જોધસર પ્રાથમિક શાળામાં 330 જેટલાં બાળકો અભ્યાસ કરી રહ્યાં છે જેમા 6 પુરુષ શિક્ષકો અને 2 મહિલા શિક્ષકો પોતાની ફરજ બજાવે છે જેમાંના દારૂની મહેફીલ માણી બાળકોને અભ્યાસ કરાવનારા શિક્ષક બોમડીયા જોનાભાઈ ભુરાભાઈ અને નંદુભાઈ નામના બંને શિક્ષકો દરરોજ દારૂનાં નશામાં પોતાની ફરજ પર આવતાં હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે દારૂના નશામાં બંને શિક્ષકો શાળાના બાળકોને અભ્યાસ કરાવે છે અને દારૂ ના નશામાં ધૂત થઈ બાળકને મારમારતા હોવાનું સામે આવ્યુ છે ત્યારે આ અંગે દારૂડિયા શિક્ષક સાથે વાત કરતા એક વાર ભૂલ થઈ હોવાનું જણાવાયું હતું અને બીજી વાર ભુલ નહિ થાય તેમ કહી પોતે છૂટવાનો પ્રયાસ કરતો હોય તેમ નજરે પડ્યું હતું ત્યારે શિક્ષણ વિભાગ સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે
શિક્ષણ વિભાગે એકને સસ્પેન્ડ કર્યો તો બીજા શિક્ષક વિરુદ્ધ કોઈ કાયદાકીય કાર્યવાહી હાથ ધરશે કે કેમ ગાંધીના આ ગુજરાતને બદનામ કરનાર આવા બીજા એક કલંકિત શિક્ષકને ફરજ પર રાખવામા આવશે કે પછી હોતી હૈ ચલતી હૈ ની નીતિ આપનાવાશે કે કેમ તે હવે જોવું રહ્યું.
રિપોર્ટ બાદ પગલા લેવાશે: તંત્ર
ઈન્ચાર્જ તાલુકા શિક્ષણાધિકારી આર.આર.પટેલ દ્વારા જણાવાયું હતું કે અમને આ બાબતે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વિડિયો આધારે માહિતી મળી હતી ત્યારે અમારી શિક્ષણ વિભાગની ટીમ અહી પહોંચી આ બાબતે ગ્રામજનોનો અને શાળાના સ્ટાફનો જવાબ લઈ દારૂડિયા શિક્ષક સામે શિક્ષાત્મક પગલાં લેવા માટે ઉચ્ચ કચેરી ખાતે મોકલી આપી છે