ત્રણ મહિલા સહિત છ સામે નોંધાતો ગુનો: ઢીકાપાટુ મારતા બે મહિલાને ઇજા
ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા ગંગેશ્ર્વર મહાદેવ મંદિર પાસે છોકરાઓ દડે રમતા હતા ત્યારે દડો લાગવાના પ્રશ્ર્ને થયેલા ઝઘડાના અંગે ત્રણ મહિલા સહિત છ સામે ફરિયાદ નોંધાઇ છે. બંને પક્ષે નિલ્લર્જ હુમલો કર્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગાંધીગ્રામ શેરી નંબર 3માં રહેતા અને ગોંડલ રોડ પર સત્ય વિજય આઇસ્ક્રીમ પાસે રોયલ સીટ કવરની દુકાન ધરાવતા દિપકભાઇ ચૌહાણના પત્ની નિતાબેન મોચીએ તેમા પાડોશી ભક્તિબેન જોગીયા, કાજલબેન જોગીયા અને ઉમંગ જોગીયાએ ઝઘડો કરી નિલ્લર્જ હુમલો કર્યાની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે ગાંધીગ્રામ શેરી નંબર 3માં રહેતા અને જાગનાથ પ્લોટ શેરી નંબર 20માં રશ્રી ભગવતી વોચ નામની દુકાન ધરાવતા કલ્પેશભાઇ જોગીયાની પત્ની કાજલબેન સોનીએ તેમના પાડોશી દિપકભાઇ ચૌહાણ, રાજન દિપકભાઇ ચૌહાણ અને નિતાબેન દિપકભાઇ ચૌહાણ સામે માર મારી નિલ્લર્જ હુમલો કર્યાની વળતી ફરિયાદ નોંધાવી છે.
કાલજબેનના દેરાણી ભક્તિબેન જોગીયા, જયોતીબેન મકવાણા અને ભાવનાબેન ગઢવીના બાળકો શેરીમાં ખુરશી રાખી દડે રમતા હતા ત્યારે દડો દિપકભાઇ ચૌહાણે લાગતા તેઓએ બાળકોને જેમફાવે તેમ ગાળો દેતા તેમને પાડોશી મહિલાઓ બાળકોને ગાળો ન દેવા સમજાવવા ગયા ત્યારે સામસામે હુમલો કરી માર માર્યો હતો. ગાંધીગ્રામ પોલીસ મથકના પી.એસ.આઇ. જે.જી.જાડેજા અને એએસઆઇ જયસુખભાઇ હુંબલ સહિતના સ્ટાફે સામસામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.