પત્નીને છરી બતાવી ધાક ધમકી આપી મકાનમાં તોડફોડ કરતા ગુનો નોંધી ધરપડક કરી
ગાંધીગ્રામમાં આવેલી લાભદીપ સોસાયટીમાં રહેતા પુત્રએ પિતા પાસે ખર્ચ માટે પૈસાની માંગણી કરી પોતાના ઘરમાં તોડફોડ કરી તેની પત્નીને છરી બતાવી ધમકી આપી ઘરમાં આગ લગાવી ઘરવખરીનો સામાન સળગાવી નાખતા ગાંધીગ્રામ પોલીસે નફાટ પુત્ર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
વિગતો મુજબ ગાંધીગ્રામ પોલીસે આ અંગે અમૃતભાઈ જીવણભાઈ પરમાર (ઉ.વ.64) ની ફરિયાદ પરથી તેના પુત્ર સિતાંશું (ઉં.વ.32) સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. અમૃતભાઈએ પોલીસને જણાવ્યું કે, તે હાલ નિવૃત જીવન વ્યતિત કરે છે. તે પત્ની રેખાબેન ઉપરાંત પુત્ર સિતાંશું અને પુત્રવધુ ધારાબેન સાથે સંયુકત પરિવારમાં રહે છે. આજે બપોરે કાઈ કામ ધંધો નહી કરતા પુત્ર સિતાંશુંએ તેની પાસે વાપરવા માટે માંગતાં તેને રૂા.100 આપતા તે ઘરેથી બહાર ગયો હતો.થોડા સમય બાદ તે ઘરે પરત આવી ઘરમાં ફરી પૈસાની માંગણી કરી સિતાંશુંએ ઝઘડો કરી ઘ2માં તોડફોડ શરૂ કરી હતી.એટલુ જ નહી સિતાંશુએ તેની પત્ની ધારાબેનને પોતાના હાથમાં છરી લઈ મારી નાખવાની ધમકીઓ આપી હતી. જેના કારણે તે પુત્રવધુ ધારાબેનને તેના સંબંધી ઉદયભાઈ કે જે ગાંધીગ્રામ વિસ્તારમાં જ રહે છે તેના ઘરે મુકવા ગયા હતા.
જાયંથી તેણે ઘરે પરત આવી જોતા સિતાંશુએ ઘરના હોલનાં સોફાસળગાવતા ઘરમાં નીચેના ભાગે હોલ, કિચન અને બેડરૂમનો સામાન સળગીને પાક થઈ ગયો હતો. પાડોશીઓએ જાણ કરતા ફાયરબ્રિગેડના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી આગને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. અને પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.