ગોંડલના યુવાને રાજકોટમાં આજીડેમ બગીચામાં ઝેરી દવા પી લેતા હાલત ગંભીર
માળિયા હાટીનાના ગડુ સમઢીયાળા ગામે માતાએ ઘર કામ બાબતે ઠપકો આપતા પુત્રીને માઠું લાગી આવતા એસિડ ગટગટાવી લેતાં તેણીને સારવારમાં ખસેડવામાં આવી છે. જ્યારે અન્ય બનાવમાં ગોંડલના યુવાને રાજકોટ આજીડેમ પાસે બગીચામાં ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માળિયા હાટીનાના ગડુ સમઢીયાળા ગામે રહેતી નિશાબેન દીપકભાઈ રાઠોડ નામની 17 વર્ષની સગીરાએ પોતાના ઘરે એસિડ પી લીધું હતું. સગીરાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે કેશોદ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ નહિ જાણ થતાં પોલીસ સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં નિશાબેન રાઠોડ ધો.12માં અભ્યાસ કરે છે અને તેણીને માતા પારુબેને ઘર કામ બાબતે ઠપકો આપતા માઠું લાગી આવતા નિશાબેન રાઠોડે એસિડ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ગોંડલમાં વોરા કોટડા રોડ ઉપર આવેલી સબ જેલ સામે રહેતા કિશનપરી અતુલપરી ગોસ્વામી નામનો 20 વર્ષનો યુવાન રાજકોટમાં આજીડેમ ચોકડી પાસે બગીચામાં હતો ત્યારે કોઈ અગમ્ય કારણસર એસિડ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.