બિહારમાં તેજસ્વીનો ‘સૂર્યોદય’ જૂની વિચારધારાને તિલાંજલી !!!
એનડીએમાં બીજેપી ૭૩ જયારે જેડીયુની ૪૯ બેઠક
૨૪૩ બેઠક માટે આજે બિહારનું ચુંટણી પરિણામ જાહેર થશે ત્યારે અત્યાર સુધી બિહારમાં જે સમાજવાદની વિચારધારા જોવા મળતી હતી તેના પર તિલાંજલી મુકવામાં આવશે. હાલ જે રીતે આરજેડીના તેજસ્વી યાદવને જનસમર્થન મળી રહ્યું છે તેને ધ્યાને લેતા બિહારમાં આવનારો સમય અને આવનારી વિચારધારા વિકાસવાદ તરફની જોવા મળશે. હાલ ચૂંટણી પરિણામને ધ્યાને લઈ મહાગઠબંધન આગળ જોવા મળી રહ્યું છે ત્યારે રિઝલ્ટ સમયે હાલની સ્થિતિ મુજબ ભાજપ બીજી મોટી પાર્ટી બનશે તેવું ચિત્ર પણ હાલ જોવામાં આવી રહ્યું છે. સંપર્ક સુત્રો દ્વારા બિહારમાં જે છેલ્લા તબકકાનું મતદાન ૭૮ બેઠકો માટે યોજાયું હતું તે અગાઉના તબકકા કરતા અનેક અંશે વધારે હોવાનું સામે આવ્યું છે. બિહારની ચુંટણી માટે હાલ મતગણતરી ચાલી રહી છે જેમાં તેજસ્વી યાદવ ભાજપના સતિષ યાદવની તુલનામાં ઘણાખરા અંશે આગળ વધી રહ્યા છે. અત્યાર સુધીના ચુંટણી પરિણામને ધ્યાને લઈ ૨૪૧ બેઠકમાંથી હાલ મહાગઠબંધનને ૧૨૩ બેઠક મળી છે જેમાં એનડીએ ગઠબંધનમાં જેડીયુ ૪૯ બેઠક, બીજેપી ૭૩ હમ-૧ અને વીઆઇપી ૫ બેઠક મળી કુલ એનડીએ ૧૨૮ બેઠક ઉપર આગળ ચાલી રહી છે એવી જ રીતે મહાગઠબંધનમાં આરજેડીને ૬૬ કોંગ્રેસને ૨૧ સીપીઆઇ એમએલએલ ને ૧૨ સીપીઆઇ-૩ અને સીપીએમને ૩ બેઠક સાથે બુલ મહાગઠબંધનની કુલ ૧૦૫ બેઠક મળેલી છે હાલના તબકકે એનડીએ બહુમતી સાબીત કરવા માટે ૧૨૨ બેઠક જરૂરી છે જેમાં તે આગળ નજરે પડે છે.
મહાગઠબંધન જો ૧૨૨ બેઠક જીતશે તો તેજસ્વી યાદવ મુખ્યમંત્રી બની શકે છે. અત્યાર સુધી બિહારમાં લાલુપ્રસાદ યાદવ હોય કે અન્ય કોઈ વરિષ્ઠ નેતા તેઓએ તેમનું રાજકારણ સમાજવાદ તરફ ચલાવ્યું છે જયારે નવોદિત તેજસ્વી યાદવ બિહારને વિકાસવાદ તરફ લઈ જશે. લોકોનું પ્રચંડ જનસમર્થન તેજસ્વી યાદવને મળી રહ્યું છે. એકઝીટ પોલે પણ તેજસ્વી યાદવની પસંદગી મુખ્યમંત્રી તરીકે થશે તેવું અનુમાન લગાવ્યું હતું. બિહારની ચુંટણીમાં હાલ રૂઝાનમાં મહાગઠબંધન પેટે એનડીએ આગળ છે. બિહારની ચુંટણીમાં ૫ બેઠકો અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે જે સત્તાનું સ્વરૂપ નકકી કરશે જેમાં રાઘવપુર, હસનપુર, બાંકીપુર, ઝમામગંજ અને પરસા મહત્વપૂર્ણ બેઠકો માનવામાં આવી રહી છે. વિશેષ રૂપથી જો વાત કરવામાં આવે તો રાઘવપુર બેઠક પર તેજસ્વી યાદવ કે જેઓ આરજેડી તરફથી લડી રહ્યા છે તેમની સ્પર્ધા સીધી જ ભાજપના સતિષ યાદવ સાથે થઈ રહી છે. હસનપુર બેઠક પર આરજેડીના તેજપ્રતાપ યાદવની સ્પર્ધા જેડીયુના રાજકુમાર રાયની વચ્ચે જોવા મળી રહી છે જયારે બાંકીપુરની વાત કરવામાં આવે તો કોંગ્રેસના લવસિન્હાની સામે પુષમપ્રિયા જયારે પ્લૂરલ્સના ચૌધરીની સામે ભાજપના નીતિન નવિન વચ્ચે કાંટે કી ટકકર જેવો ઘાટ પણ જોવા મળી રહ્યો છે. અંતે વાત કરવામાં આવે પરસાની તો જેડીયુના ચંદ્રીકાયરાયની ટકકર આરજેડીના છોટેલાલ રાય સાથે થઈ રહી છે.
બિહારની ચુંટણી હરહંમેશ હોટ ફેવરીટ રહેતી હોય છે ત્યારે ચુંટણી પ્રચાર પહેલા નીતિશકુમાર પોતે ચુંટણી મેદાનમાં ન હોવા છતાં પણ તેઓ જેડીયુ માટેનો સૌથી મોટો ચહેરો માનવામાં આવે છે. તેઓએ બિહારના ૧૦૩ વિસ્તારોમાં ૧૧૩ ચુંટણી રેલીઓ યોજી હતી. હાલ લોકમુખે ચર્ચામાં રહેલા તેજસ્વી યાદવ કે જેઓ મહાગઠબંધનના સીએમ પદના ઉમેદવાર છે તેઓએ ૨૧ દિવસમાં ૨૫૧ ચુંટણીસભાઓ યોજી છે જેમાં તેઓએ પ્રતિદિવસ સરેરાશ ૧૨ રેલીઓ અને ૪ રોડ-શો પણ યોજયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બિહારમાં ચુંટણી પ્રચારનો મુખ્ય ચહેરો રહ્યા છે. તેઓએ પ્રચાર દરમિયાન બિહારમાં ૧૨ રેલીઓ યોજી છે તો રાહુલ ગાંધીની વાત કરવામાં આવે તો તેઓ ચુંટણીપ્રચારમાં હાજર રહ્યા ન હતા. અંતે બિહારમાં હાલ જે હવાની રૂખ તેજસ્વી યાદવ તરફની જોવા મળી રહી છે તેમના વિકાસવાદને ધ્યાને લઈ લોકો તેમને ચુંટશે તેવું ચિત્ર પણ હાલ સામે આવી રહ્યું છે.
કોંગ્રેસની બેઠકો છીનવી શિવ‘રાજ’ યથાવત
મધ્યપ્રદેશ રાજયના ૧૯ જિલ્લાની ૨૮ વિધાનસભા બેઠકો માટેની પેટાચુંટણીની મતગણતરી ચાલુ છે. આ પરિણામથી નકકી થશે કે મધ્યપ્રદેશમાં ભાજપનું કમળ ખીલશે કે કમલનાથ ફરી સત્તામાં આવશે. હાલની સ્થિતિ મુજબ ભાજપ-કોંગ્રેસની આઠ સીટ છીનવી શિવરાજ પોતાનું આધિપત્ય સ્થાપે તેવી શકયતા પણ સેવાઈ રહી છે. ત્યારે હાલની પરિસ્થિતીને ધ્યાને લઇ ભાજપ અડધોઅળદ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે શિવરાજસિંહ ચૌહાણ કોંગ્રેસની બેઠકો છીનવી તેમના પદ પર યથાવત રહેશે.મધ્યપ્રદેશમાં જો જીતનું ગણિત આંકવામાં આવે તો એમપીમાં વિધાનસભાની કુલ ૨૩૦ બેઠક છે જેમાંથી દમોહથી કોંગ્રેસના ધારાસભ્ય રાહુલ લોધીએ રાજીનામા આપ્યા પછી વધુ એક સીટ ખાલી થઈ હતી જેથી કુલ સંખ્યા ૨૨૯ થઈ છે. પેટાચુંટણી હાલ એમપીમાં ૨૮ બેઠકો ઉપર યોજાઈ છે જેમાં ભાજપ પાસે હાલ ૧૦૭ બેઠક છે તેમાં ભાજપ આજના પરિણામમાં કોંગ્રેસની ૮ બેઠક છીનવે તો ફરી શિવરાજસિંહ ચૌહાણ એમ.પી.ની બાગડોળ સંભાળશે તો બીજી તરફ કોંગ્રેસ પાસે કુલ ૮૭ બેઠક છે જેમાં તેઓને સત્તા માટે ૨૮ બેઠકની જરૂરીયાત ઉભી થઈ છે પરંતુ હાલનું ચિત્ર જોતા શિવરાજ એમ.પી.માં યથાવત રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે.