દેહરાદૂનમાં પીએમ મોદીએ યોગનું જણાવ્યું મહત્વ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ગુરુવારે દેહરાદૂનમાં છે. અહીં ફોરેસ્ટ રિસર્ચ સેન્ટરના મેદાનમાં મોદીએ અંદાજે 50,000 લોકો સાથે યોગાભ્યાસ શરૂ કર્યો છે. આ પહેલાં આ કાર્યક્રમમાં મોદીએ યોગનું મહત્વ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, યોગ દશે અને દુનિયાના દરેક ખુણામાં શરીર અને સમાજને જોડવાનું કામ કરે છે. વડાપ્રધાન યુનાઈટેડ નેશનમાં યોગ દિવસનો પ્રસ્તાવ મુક્યો હતો અને તે ખૂબ ટૂંક સમયમાં મંજૂર કરી દેવામાં આવ્યો હતો. 2015માં પહેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ હતી. તેમાં પીએમ મોદીએ દિલ્હી રાજપથ પર યોગાસન કર્યા હતા. ત્યારપછી ચંદીગઢ અને લખનઉમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પીએમ મોદીએ દેહરાદૂનમાં કરી છે.
વડાપ્રધાનની સાથે ઉત્તરાખંડના રાજ્યપાલ કે.કે. પૌલ, મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવત, કેન્દ્રીય આયુષ મંત્રી હરક સિંહ રાવતે પણ યોગકર્યા
More visuals from Forest Research Institute in Dehradun, Uttarakhand where PM Narendra Modi is leading #InternationalYogaDay2018 celebrations. pic.twitter.com/Y0hiS0xUsN
— ANI (@ANI) June 21, 2018
યોગ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દુનિયાના યોગ પ્રેમીઓને યોગ દિવસની શુભેચ્છા પાઠવી હતી. કહ્યું, ઉત્તરાખંડ છેલ્લા કેટલાય દશકાઓથી યોગનું કેન્દ્ર રહ્યું છે. તેથી અહીં યોગ દિવસનું મહત્વ પણ ઘણું વધારે છે.
વડાપ્રધાન કહ્યું, આજે દુનિયાના દરેક મોટા શહેરોમાં માત્ર યોગ જ યોગ છે. ભારતમાં પણ હિમાલયથી લઈને રાજસ્થાન સુઘી યોગ ફેલાયેલા છે. જ્યારે તોડનાર તાકાત હાવી થઈ જાય, સમાજમાં દિવાલો ઊભી થાય અથવા પરિવારમાં કંકાશ વધી જાય ત્યારે જીવનમાં તણાવ વધી જાય છે. આ દરમિયાન યોગ જ જોડવાનું કામ કરે છે.