પર્યાવરણને નુકસાન કરી થતા વિકાસથી પૃથ્વી પરનો ૬૮ ટકા જૈવિક વારસો નષ્ટ થયો
કુદરતી પર્યાવરણના ભોગે થતા વિકાસની હરણફાળના કારણે વિશ્વએ છેલ્લા પાંચ દાયકામાં ૬૮ ટકા જૈવિક કુદરતી વારસો નષ્ટ ગુમાવતા માનવીએ કુદરત દ્વારા મળેલા અણમોલ પ્રકૃતિને ભારે નુકસાન થઇ રહ્યું છે. માનવીએ જૈવિક વિરાસત સમાન વન અને જળ સ્ત્રોતને ગંભીર અસર જોવા મળી રહી છે. વિશ્ર્વની બદલતી જતી આબોહવા માટે માનવ સર્જીત વિકાસને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે. વિકાસ જરૂરી છે પરંત તેની સાઇડ અસર સમાન કુદરતી જૈવિક વારસો ખતમ થઇ રહ્યો હોવાનું સંશોધનકારો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
છેલ્લા પાંચ દાયકમાં માનવ સર્જિત પ્રકૃતિના કારણે આબોહવા પ્રદુષિત બની છે. જેથી અસંતુલિત પરિસ્થિતીના માઠા પરિણામો હવે જોવા મળી રહ્યા છે. પૃથ્વી પર મોટુ નુકસાન થઇ રહ્યું છે. આ પાંચ દાયકામાંથી પૃથ્વી પરની જૈવિક વિરાસતો ગુમાવી ચુકયા છીએ પૃથ્વી પર છેલ્લા પાંચ દાયકામાં ૬૮ ટકા જેટલી જૈવિક વિરાસતો ગુમાવી ચુકયા છીએ જેમાં સ્વચ્છ પાણી નષ્ટ કરી નાખ્યું છે. વનસ્પતિ જેવી જૈવિક વિરાસતોમાં ૨૪ ટકાનો ઘટાડો થયો છે. જૈવિક વારસો બચાવવા અને તેતેના સરક્ષણ કરવા અંગે સમગ્ર વિશ્ર્વ ચિંતિત બની ૨૦૫૦ સુધીમાં જૈવિક વારસો નષ્ટ થતો અટકાવવાનું વિચારી રહ્યા છે. બ્રહ્માંડમાં જીવંત ગણાતા પૃથ્વી ગ્રહને જાળવી રાખવા માટે વૈશ્ર્વક ભંડોળ એકઠું કરી પ્રકૃતિનું જતન કરવા માટે ડબલ્યુ ડબલ્યુ એફ આગળ આવ્યું છે. વિશ્ર્વની જેમ ભારતમાં પણ જૈવિક વારસો નષ્ટ થઇ રહ્યો છે. પ્રકૃતિને જાળવવામાં ભારતે પણ સાવધાની રાખવી જરૂરી બન્યું છે. જૈવિક વારસો ગુમાવવાના કારણે ભારતમાં ૧૨ ટકા જંગલી પ્રાણીઓ અને ૩ ટકા જેટલા પક્ષીઓની પ્રજાતિઓ લુપ્ત થઇ રહી છે. જંગલી પ્રાણી અને પક્ષીઓ પોતાનો અસ્તિત્વ ટકાવી પૃથ્વી પર જંગ ખેલી રહ્યા છે. આ ઉપરાંત ૩૯ ટકા જેટલી વનસ્પિતી લુપ્ત થવાની આરે આવી ગઇ છે ત્યારે તેના અસ્તિત્વ બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
બ્રહ્માંડમાં જીવંત ગ્રહ પૃથ્વી પર ૨૧ હજાર જેટલા જીવોની પ્રજાતિઓમાં પશુ,પક્ષી, માછલી, શરીર સુપો અને વનસ્પિતીઓનો સમાવેશ થાય છે. પૃથ્વી પરના જૈવિક વિવિધ પ્રાદેશિક ધોરણે ભવ્ય વિવિધતાનો વારસો છે. ત્યારે એશિયા અને પ્રશાંત મહાસાગર ૪૫ ટકા જેટલી જૈવિક વિવિધતા ઘટી ગઇ છે. આ અમેરિકામાં ૯૪ ટકા જૈવિકા ગુમાવી ચુકયુ છે. આ માટે સ્વચ્છ જળ સંગ્રહ જરૂરી છે.
ભારતમાં વિવિધ પ્રકૃતિક સંતુલન વ્યવસ્થા જાળવવા અંગે સેંજલ વોરાએ આ અંગે ચિંતા વ્યકત કરી કહ્યુ છે ભારતની પરિસ્થિતી ઘણી ગંભીર છે તેમ જણાવ્યું છે. ૨૦૩૦માં ભારતમા સ્વચ્છ પાણીની જરૂરીયાત છે તેના કરતા બમણી થઇ જશે અત્યારે ૧૪થી ૨૦ ટકા જેટલી મહાનદીઓની જળની સ્થીતી ખુબજ વણસી રહી છે. ભારતની વન ભૂમિ છેલ્લા ચાર દાયકામાં ત્રીજા ભાગની ગુમાવી ચુકયા છે. માનવીની ઔદ્યોગિક પ્રવૃતિના કારણે પ્રકૃતિક સંશોધનના હયાત ઉપલબ્ધી કરતા ૧.૫૬ ટકા જેટલી માગ વધી છે. પૃથ્વી પર થતા કુદરતી સંશોધન અને જૈવિક વિરાસતોમાં પુન: નિમાર્ણની આવશ્યકતા ખુબ જરૂરી બની છે.
ભારતમાં જમીનની ઘણી અછત છે. અહીં વૈશ્ર્વિક ધોરણે વ્યક્તિ દીઠી ૧.૬ હેકટર જમીનની જરૂરીયાત કરતા ઘણી ઓછી છે. વૈશ્ર્વિક અન્ય મોટા દેશોની સરખામણીમાં ભારતમાં વ્યક્તિ દીઠ જૈવિક સમૃધિ ધરાવતી વન ભૂમિનું પ્રમાણ ઘણું ઓછુ છે. છેલ્લા પાંચ દાયકમાં ભારતે ૬૮ ટકા જેટલી જૈવિક વિરાસત ગુમાવી દીધી છે.